યુવકે ઓછામાં ઓછા નવ વખત માતાના અવાજમાં ફોન કરીને વાત કરી હતી અને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતુ, નવાઇની વાત એ છેકે,મહિનાઓ પહેલાં જ માતાનું મૃત્યુ થઇ ગયું હતું
લંડન
આ ઘટના લંડનની છે, જ્યાં એક પુત્રએ પોતાની મૃત્યુ પામેલી મા ના અવાજ નિકાળીને પિતાની જીવનભરની કમાણી વાપરી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે 42 વર્ષીય ડેનિયલ કુથબર્ટે 2017થી 2018ના 14 મહિનાના સમયગાળામાં તેના પિતાના ખાતામાંથી 56,000 પાઉન્ડ (રૂ. 60,35,341) ઉપાડી લીધા હતા. તેણે તેના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી, જેમાં તેના પિતાની સેંવિંગ્સ પણ હતી.
મળતી માહિતી પ્રમાણે યુવકે ઓછામાં ઓછા નવ વખત માતાના અવાજમાં ફોન કરીને વાત કરી હતી અને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતુ, નવાઇની વાત એ છેકે,મહિનાઓ પહેલાં જ માતાનું મૃત્યુ થઇ ગયુ હતુ.
કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, કુથબર્ટે પોતે તેના પિતાના ખાતામાંથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તેની સ્વર્ગસ્થ માતાના અવાજમાં આઠ વખત વાત કરી હતી. આટલું જ નહીં, નોર્થમ્પટનશાયરના સ્ટેનિયનમાં રહેતા કથબર્ટે તેના પિતાના નામે લોન લીધી હતી પરંતુ આ લોન તે ચૂકવી ન શક્યા. જેથી દેવાના કારણે તેમણે પોતાનું ઘર ગુમાવવું પડ્યું.
પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિયો ફૂટેજમાં જાણવા મળ્યુ કે, કુથબર્ટ માતાના અવાજમાં લોયડ્સ બેંકના કોલ હેન્ડલરને ભરોસો કરાવે છે કે તે જ કથબર્ટ છે.
આ સિવાય તે બેંકની સિક્યોરિટી માટે પુછવામાં આવેલા સવાલોના જવાબો પણ આપતો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પિતાએ પુત્ર વિરુદ્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.