આઈપીએલ-25 ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ ઈલેવનની મેચ
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ પર રમાયેલી આઈપીએલ-25ની એક મેચમં ગુજરાત ટાઈટન્સનો પંજાબ કિંગ્સ ઈલેવન સામે રને વિજય થયો હતો.. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કરતા પંજાબે શાનદાર બેટિંગનું પ્રદ્રશન કરતા પાંચ વિકેટના ભોગે 243 રનનો જંગી જુમલા ખડક્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ …રન બનાવી શકી હતી.
પંજાબના પ્રિયાંશ આર્યએ (47) અને સુકાની શ્રેયસ ઐયરે (97*)ની શાનદાર ઈનિંગ્સની મદદથી પંજાબે તેની પહેલી વિકેટ પ્રભસિમન સિહના (5) રુપે સાવ જ સસ્તામાં ગુમાવી હતી, રબાડાએ તેને અરશદ ખાનના હાથમાં ઝિલાવ્યો હતો. ઐયર ટીમની ઈનિંગ્સને મજબૂતીથી આગળ વધારે એ પહેલાં રાશિદ ખાને પ્રિયાંશ (47) સાંઈ સુદર્શનના હાથમાં ઝિલાવ્યો ત્યારે ટીમનો સ્કોર 79 રન હતો. શ્રેયસે એક છેડો જાળવી રાખ્યો હતો જ્યારે સાંઈ કિશોરે એક પછી એક બે વિકેટ ખેરવીને ગુજરાતની સ્થિતિ મજબૂત કરી હતી. તેણે પહેલા અઝમતુલ્લાહ (16) અને ગ્લેન મેક્સવેલ (0)ને આઉટ કર્યા હતા.માર્કસ સ્ટોઈનિસ (20) સુકાની સાથે મળીને બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સાંઈ કિશોરે જ અર્શદ ખાનના હાથમાં ઝિલાવી દીધો હતો. આ તબકકે ટીમનો કુલ સ્કોર 162 રને પાંચ વિકેટ હતો.શશાંક સિંહે શ્રેયસ સાથે જોડાઈને આક્રમક 16 બોલમાં છ બાઉન્ડ્રી બે સિક્સર સાથે અણનમ 44 રન બનાવ્યા હતા. શ્રેયસે 42 બોલનો સામનો કરતા પાંચ બાઉન્ડ્રી અને નવ સિક્સર ફટકારી હતી.
ગુજરાત માટે સુકાની શુભમન ગીલ અને સાંઈ સુદર્શને સારી શરૂઆત કરી હતી અને ટીમના સ્કોરને પાંચ ઓવરમાં 51 રન પર પહોંચાડ્યો હતો.ટીમનો સ્કોર મજબૂતીથી આગળ વધતો હતો એવાં ગીલે મેક્સવેલના બોલે ઊંચો શૉટ ફટકાર્યો હતો જે આર્યાએ આસનીથી ઝડપી લીધો હતો. ગીલે 14 બોલમાં બે બાઉન્ડ્રી ત્રણ સિક્સ સાથે 33 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા ટીમ માટે વિજયની આશા ઊભી કરતા 41 બોલમાં પાંચ બાઉન્ડ્રી છ સિક્સર સાથે 74 રન બનાવ્યા હતા પરંતુ અર્શદીપ સિંહે તેને શશાંક સિહંના હાથમાં ઝિલાવીને ટીમ માટે મહત્વની સફળતા મેળવી હતી. જોશ બટલર (54) ની શાનદાર ઈનિંગ્સથી ગુજરાતની વિજયની આશા ઊભી થઈ હતી જોકે બટલરને જેસને બોલ્ડ કર્યો હતો. તેણે 33 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. ગુજરાતને છેલ્લી ઓવરમાં 27 રનની જરુર હતી અને અર્શદીપના પહેલા બોલે રુધરફોર્ડે ફટકારેલો શૉટ બોલરની આંગળીને અડીને સામા છેડે સ્ટંપને ટકરાતા તિવેટિયા આઉટ થઈ ગયો હતો. તિવેટિયા બે બોલમા એક સિક્સર સાથે છ રન બનાવીને રન આઉટ થયો હતો. રૂધર ફોર્ડને અર્શદીપે બોલ્ડ કરતા ગુજરાતની વિજયની તક સાવ જ ભૂંસાઈ ગઈ હતી. રૂધર ફોર્ડે 28 બોલમાં ચાર બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 46 રન બનાવ્યા હતા.