આજે ટેબલટેનિસની વિવિધ સેમિફાઈનલ અને ફાઈનલ રમાશે
અમદાવાદ
ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખોખરા ખાતે નેશનલ બધિર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી નેશનલ ડેફ સિનિયર ટેનિસની મેન્સ સિંગલ્સમાં તામિલનાડુના પૃથ્વી શેખરે પ્રથમ, ધનંજય દુબેએ બીજું તથા રાજસ્થાનના અર્શિતે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વિમેન્સ સિંગલ્સમાં આંધ્ર પ્રદેશની જાફીન શેખ પ્રથમ, તેલંગાનાની ભવાની કેડિયા બીજા તથા હરિયાણાની ક્રિતી લતા ત્રીજા ક્રમે રહી હતી. મેન્સ ડબલ્સમાં પૃથ્વી તથા મદન પ્રથમ, ધનંજન અને આર્યન બીજા, અર્શિત અને મહિપાલ સિંઘ ત્રીજા ક્રમે રહ્યા હતા. મિક્સ ડબલ્સમાં આંધ્રપ્રદેસના સાઈ ચંદન અને જાફીન શેખ પ્રથમ, અર્શિત અને દીપા કનવર બીજા તથા અનય નીતિન બોડકે તથા અનન્યા બોડકે ત્રીજા ક્રમે રહ્યા હતા. ટેબલટેનસમાં મેન્સ તથા વિમેન્સ સિંગલ્સની વિવિધ મેચો રમાઈ હતી. રવિવારે મેન્સ તથા વિમેન્સ સિંગલ્સ અને ડબલ્સ ઉપરાંત મિક્સ ડબલ્સની સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા રમાશે. ટેબલટેનિસમાં મેન્સ કેટેગરીમાં ૬૫ તથા વિમેન્સમાં ૪૦ ખેલાડીઓએ ભાગ લીધો છે.
૧૦ મીટર એર રાઇફલ મેન્સમાં ધનુષ શ્રીકાંતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ગુજરાતના મોહમ્મદ મુર્તઝા વાનિયાએ સિલ્વર તથા હરિયાણાના અરુણ પંચાલે બ્રોન્ઝ જીત્યો હતો. ૧૦ મીટર એર રાઈફળ વિમેન્સમાં મહારાષ્ટ્રની નતાશા જોશીએ ૬૨૨.૭ પોઈન્ટ સાથે ગોલ્ડ, માહિત સંધુએ ૬૨૨.૫ પોઈન્ટ સાથે સિલ્વર તતા પ્રિયેશા દેશમુખે બ્રોન્ઝ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.


