“પ્રમુખસ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખસ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા, જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખસ્વામી મહારાજ હતા.”
- સંસ્કૃતિ અને પ્રવાસનમંત્રી માન. ગજેન્દ્રસિંહશેખાવત
“પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખસ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનો આ અમૂલ્ય ગ્રંથ છે. ” –ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા
“ પ્રમુખસ્વામી મહારાજના જીવનને શબ્દોમાં ઢાળવું અશક્ય છે. શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણિત સ્થિતપ્રજ્ઞ પુરુષનું મૂર્તિમંત સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હતા. આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિકૃતિ સમાન. ”
- લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી
અમદાવાદ
ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીદ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે.આ પુસ્તક સાત પ્રકરણો દ્વારા પ્રમુખસ્વામીજીના નિઃસ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે, જે કરુણા, સેવા અને શ્રદ્ધા જેવાં મૂલ્યોની પ્રેરણા આપે છે. વિશ્વશાંતિ અને ‘વસુધૈવકુટુંબકમ્’ની ભાવનાને પ્રોત્સાહન આપતું આ પુસ્તક પ્રમુખસ્વામીજીના આધ્યાત્મિક જીવનને એક પ્રેરક આદર્શ તરીકે રજૂ કરે છે.
આ વિમોચન સમારોહમાં પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન બાદ ‘પ્રમુખસ્વામી મહારાજ: મારી દૃષ્ટિએ, મારો અનુભવ’ કાર્યક્રમ અંતર્ગત લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂ. પ્રમુખસ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. ગુજરાતના સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ, ગુજરાતના વિખ્યાત કવિ, સાહિત્યકાર, વિવેચક માધવ રામાનુજ, પાંચજન્ય સામયિકના પૂર્વ તંત્રી અને પૂર્વ સાંસદ તરુણ વિજય, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્લીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન શ્રી હરેકૃષ્ણ સતપથી, લાલબહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના કુલપતિ મુરલી મનોહર પાઠક, તિરૂપતિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ જી. એસ. આર. કૃષ્ણમૂર્તિ,સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત સેનાપતિ, આઈ. આઈ. ટી ખડગપુરના પૂર્વ નિર્દેશક વિરેન્દ્રકુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને એક અભૂતપૂર્વપુસ્તક તરીકે વધાવી લેતા વ્યક્તવ્યો આપ્યા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યોની અને તેમના પ્રમુખ સ્વામી મહારાજ વિષે સંસ્મરણોના હૃદયસ્પર્શી વ્યક્તવ્યો આપ્યા હતા, સાથે સાથે આ વિશિષ્ટ પુસ્તકના લેખન બદલ લેખક એવા મહોમહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામીને ખૂબ આભાર માન્યો હતો.
ત્યારબાદ સાહિત્ય અકાદમીના ડો. કે. શ્રીનિવાસ રાવ દ્વારા આપુસ્તકના પ્રકાશન વિશે માહિતી આપવામાં આવીહતી અને પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યની ઝાંખી કરાવતો વિડિયો પ્રદર્શિત થયોહતો.
આ પ્રસંગે સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી માન. ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકનું વિમોચન કર્યુંહતું. તેમણે આ અવસરે પૂજ્ય પ્રમુખસ્વામીમહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે દુનિયાભરના અસંખ્ય લોકો પૂ. પ્રમુખસ્વામી મહારાજની નિ:સ્વાર્થ સેવા અને યોગદાનથી લાભાન્વિત થયા છે.
