વિયેતનામ અને ભારતના બે શહેરોને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરાઈ
દા નાંગમાં ભવ્ય સમારોહમાં વિમાની સેવા લોન્ચ કરાઈ
અમદાવાદ દા નાંગ જવા માટે ગુજરાતીઓનું નવું કેન્દ્ર બનશે
નરેન્દ્ર આઈ. પંચોલી
દા નાંગ
ભારતના વિશેષે સાંસ્કૃતિક વારસો ધરાવતા અમદાવાદ અને વિયેતનામના અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા દા નાંગ શહેરને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ વિમાની સેવા વિયેતજેટ દ્વારા શરૂ કરવામાં આવી છે. દા નાંગ ડિપાર્ટમેન્ટ ઓફ ટુરીઝમ અને વિયેટજેટ એર દ્વારા 23 ઓક્ટોબરે ભારતના સાંસ્કૃતિક કેન્દ્ર એવા શહેર અમદાવાદ સાથે વાઇબ્રન્ટ સેન્ટ્રલ શહેર દા નાંગને જોડતી નવી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે એક શાનદાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે બે દેશોના શહેરોની સીધી ફ્લાઈટ સેવાની શરૂઆત થઈ હતી.
ઈવેન્ટમાં અમદાવાદ મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘા આકર્ષણનું કેન્દ્ર
સપ્ટેમ્બરની 22 તારીખે જ રાજસ્થાનની રાજધાની જયપુરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધાનો તાજ જીતનારી અમદાવાદની રિયા સિંઘાએ દા નાંગ અમદાવાદ માટેની વિયેતજેટની ફ્લાઈટ લોન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયા રહી ચૂકેલી ઉર્વશી રૌતેલાએ જજ તરીકે ભાગ લીધો હતો અને પોતાના હાથે જયપુરમાં રિયા સિંઘાના માથા પર તાજ પહેરાવ્યો હતો. રિયા સિંઘા ગુજરાતના અમદાવાદની રહેવાસી છે અને માત્ર 19 વર્ષની છે. તેના માતા-પિતાના નામ રીટા સિંઘા અને બ્રિજેશ સિંઘા છે. રિયા સિંઘા જીએલએસ યુનિવર્સિટી ગુજરાતની એમ્બેસેડર અને સ્ટુડન્ટ પણ છે અને હવે તે મેક્સિકોમાં યોજાનારી મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સીધી ફ્લાઈટ ન હોવા છતાં દા નાંગમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો
ઉદઘાટન સમારોહ દરમિયાન ડા નાંગ પીપલ્સ કમિટીના ઉપાધ્યક્ષ ન્ગ્યુએન થી એન થિએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ વિયેતનામના અગ્રણી પર્યટન સ્થળોમાંના એક દા નાંગને અમદાવાદ સાથે જોડવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. 2024 ના નવ મહિનામાં, શહેરના પ્રવાસન ઉદ્યોગે 8.67 મિલિયન મુલાકાતીઓને આવકાર્યા હતા જેમાંથી 3.17 મિલિયનથી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ હતા. ખાસ કરીને, ભારતીયોની સંખ્યા 139,086 પહોંચી હતી, જે 2023માં સમાન સમયગાળાની સરખામણીમાં 4.2% નો વધારો છે. જોકે, નોંધનીય છે કે દા નાંગની સીધી ફ્લાઈટ ન હોવા છતાં સારી એવી સંખ્યામાં ભારતીયોએ શહેરની મુલાકાત લીધી હતી.
ડેસ્ટિનેશન વેડિંગ માટે દા નાંગ આદર્શ સ્થળ
ભારતીય પ્રવાસીઓ ધીમે ધીમે દા નાંગને તેમની ઉચ્ચ-વર્ગની યાત્રાઓ માટે એક આદર્શ સ્થળ તરીકે ઊભરી રહ્યું છે અને આ ભારતીય અબજોપતિઓનું ડેસ્ટીનેશન વેડિંગનું સ્થળ બનીરહ્યું છે.લગ્ન સ્થળ છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન, શહેરે 20/91 ભારતીય એમઆઈસીઈ પ્રવાસી જૂથો માટે માહિતી સપોર્ટપૂરો પાડવા ઉપરાંત ચાર મોટા લગ્ન સમારોહ પણ અહીં યોજાયા છે જેમાં 1200થી વધુ મહેમાનોએ દા નાંગની મુલાકાત લીધી હતી.
અમદાવાદ-દા નાંગ સીધી ફ્લાઈટથી પ્રવાસીઓ આકર્ષાશે
ડા નાંગ પીપલ્સ કમિટીના વાઈસ ચેરવુમન ન્ગ્યુએન થિ એન થિએ જણાવ્યું હતું કે દા નાંગથી અમદાવાદની સીધી ફ્લાઈટ શરૂ થતાં તે ખૂબ જ મહત્વ ધરાવે છે, જે અમદાવાદ અને સમગ્ર ભારતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને વધારવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરશે. નયનરમ્ય ફવાલાયક સ્થળો, ભારતીય ભોજન સહિત સ્વાદિષ્ટ ભોજન અને દા નાંગમાં ખાસ સ્થાનિક બનાવટની વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષશે એવી આશા છે.
ભારત-વિયેતનામના સબંધો વધુ મજબૂત થશે
દા નાંગ – અમદાવાદ ફ્લાઇટ શરૂ થવાથી બંને દેશો વચ્ચે માત્ર પ્રવાસીઓની સંખ્યામાં જ વધારો નહીં થાય પરંતુ આર્થિક,, શિક્ષણ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહકારની નવી તકો ખોલવા માટે પણ આ સેવા મદદરૂપ બનશે. એમ જણાવી મ્યુનિસિપલ પીપલ્સ કમિટીના વાઇસ ચેરમેને ખાતરી આપી હતી કે દા નાંગ મજબૂત આર્થિક વિકાસ સાથેનું એક ગતિશીલ શહેર છે, જે વિશ્વ માટે મધ્ય વિયેતનામનું આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર છે. જ્યારે અમદાવાદ, સાંસ્કૃતિક પરંપરાઓથી સમૃદ્ધ શહેર અને ભારતનું મુખ્ય આર્થિક કેન્દ્ર હોઈ પ્રવાસીઓ અને રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
અમદાવાદ-દા નાંગ માટે સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રિપ્સ
અમદાવાદ-દા નાંગ નવો રૂટ સાપ્તાહિક બે રાઉન્ડ ટ્રિપ્સનું સંચાલન કરશે છે, જેમાં 180ની બેઠક ક્ષમતાવાળા એરબસ એ320 એરક્રાફ્ટ હશે. દા નાંગથી ફ્લાઈટ્સ સાંજે 7:10 વાગ્યે ઉપડશે, જે બુધવાર અને શનિવારે રાત્રે 11:25 વાગ્યે અમદાવાદમાં પહોંચશે. અમદાવાદથી રીટર્ન ફ્લાઈટ્સ સવારે 12:25 વાગ્યે ઉપડશે અને ગુરુવાર અને રવિવારે સવારે 6:55 વાગ્યે દા નાંગમાં પહોંચશે. જ્યારે વિમાન અમદાવાદથી 0:25 (સ્થાનિક સમય) પર ઉપડશે અને ગુરુવાર અને રવિવારે 06:55 (સ્થાનિક સમય) પર પહોંચશે.