
અમદાવાદ
ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024 (GGOY) અમદાવાદની એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે, સપ્તાહના અંતે ૧૦માં રાઉન્ડ સાથે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરનો ભાગ એવા GGOYના ૧૦માં રાઉન્ડમાં 50 ગોલ્ફરોએ ભાગ લીધો હતો.
એસપી સિંઘ 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 75 ગ્રોસ અને 43 પોઇન્ટ સાથે વિજેતા થયા હતા. જ્યારે રમણ કુમાર સિંહ 85 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યાં હતા.
મોહમ્મદ યુસુફ 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 80 ગ્રોસ અને 44 પોઇન્ટ સાથે ચાર્ટમાં ટોચ પર રહ્યા હતા. જ્યારે હૈદર અલી 86 ગ્રોસ અને 39 પોઇન્ટ સાથે રનર્સ-અપ રહ્યા હતા.
24-36 હેન્ડીકેપ કેટેગરીમાં રાજેન્દ્ર કોટરીવાલ 100 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે પ્રથમ આવ્યા, જેઓ હિરેન ઠક્કરથી થોડા પોઇન્ટ આગળ રહ્યાં. હિરેન ઠક્કરે 96 ગ્રોસ અને 37 પોઇન્ટ્સ સાથે ગેમ પૂર્ણ કરી હતી. ત્રણેય વિજેતાઓને તેમના પ્રયત્નો માટે 3000 રિવોર્ડ પોઇન્ટ મળ્યા જ્યારે રનર્સ અપને 1800 પોઇન્ટ મળ્યા.
જુનિયર કેટેગરીમાં નવીન પટેલ 83 ગ્રોસ અને 45 પોઇન્ટ સાથે વિજેતા બન્યા, ત્વિષા પટેલ 81 ગ્રોસ અને 40 પોઇન્ટ સાથે જુનિયર રનર્સ-અપ રહ્યા હતા. જેમને અનુક્રમે 1500 અને 1200 રિવોર્ડ પોઇન્ટ મળ્યા હતા. ચાર કેટેગરીમાં કુલ 25 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા.
કૌશલ્ય સ્પર્ધામાં મિહિર શેઠે 262 યાર્ડના શોટ સાથે હોલ નંબર 1 પર સૌથી લાંબી ડ્રાઇવ સાથે સ્પર્ધા જીતી હતી. એસ.પી સિંઘે હોલથી 21 ફૂટ અને ત્રણ ઈંચ દૂર બોલને લેન્ડ કરીને હોલ 3 પર પિન કરવા માટે સૌથી નજીકની સ્પર્ધા જીતી હતી. મોહમ્મદ યુસુફે હોલથી માત્ર ત્રણ ફૂટના અંતરે બોલને લેન્ડ કરીને હોલ 9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટેની સ્પર્ધા જીતી હતી.