· આજના સમયના પ્રવાસીઓ માટે એઆઈ–પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ

મુંબઈ
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નવીનતમ એઆઈ-પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ આજે લોન્ચ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પાર્ટનર તરીકે રજૂ કરાયેલી આ પ્રોડક્ટ વિવિધ ભારતીય પ્રવાસીઓની અનોખી જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ તૈયાર કરાયેલા ફ્લેક્સિબલ કવરેજ વિકલ્પો પૂરા પાડે છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સરળ બનાવીને અને તેને વધુ કસ્ટમાઇઝેબલ તથા એક્સેસિબલ બનાવીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દરેક મુસાફરીને સુરક્ષિત બનાવવાની સંસ્કૃતિને વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. TripSecure+ એ દરેક પ્રકારના મુસાફર માટે મુસાફરીને વધુ ચિંતામુક્ત અને સુરક્ષિત બનાવવાના કંપનીના મિશનમાં એક મહત્વનું પગલું છે.
પ્રવાસી ભલે આલ્પ્સની પર્વતમાળા સર કરવા માંગતો સાહસિક હોય, સેન્ટોરિનીનો સૂર્યાસ્ત જોવા ઇચ્છતો હોય, ટ્રેકિંગ કરતો હોય કે પછી નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો શોધવા માટે રજાઓ પર નીકળેલો પરિવાર હોય, TripSecure+ પર્સનલાઇઝ્ડ, એડપ્ટિવ પ્રોટેક્શન પૂરું પાડે છે. આ નવીનતમ સોલ્યુશન સમગ્ર મુસાફરી દરમિયાન માનસિક શાંતિ સુનિશ્ચિત કરે છે. દરેક મુસાફરની ચોક્કસ જરૂરિયાતોના આધારે એઆઈ ડાયનેમિકલી કવરેજને કસ્ટમાઇઝ કરે છે.
TripSecure+ મુસાફરીની સુરક્ષા વધારવા અને માનસિક શાંતિ પૂરી પાડવા માટે તૈયાર કરાયેલા અનેક અનોખા ફીચર્સ પૂરા પાડે છે. વિઝા રિજેક્ટ થવા પર જો પ્રવાસ રદ થાય થાય તો તેવા કિસ્સમાં વિઝા એપ્લિકેશન માટે ચૂકવાયેલી ફી પરત કરવા માટે વિઝા ફી રિફંડની સુવિધા છે. મુસાફરો કાર રેન્ટલ કવરનો પણ લાભ લઈ શકે છે જેમાં ભાડે લીધેલા વાહનને નુકસાન થાય કે ચોરાઇ જાય તો ડિપોઝીટ પરત ચૂકવાય છે. સાહસના શોખીનો માટે પોલિસીમાં એડવેન્ચર સ્પોર્ટ્સ કવર છે જે આવી પ્રવૃત્તિઓ દરમિયાન થતી ઈજાઓ સામે મેડિકલ કોસ્ટ કવરેજ આપે છે. આ ઉપરાંત TripSecure+ પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓનું કવરેજ આપે છે જે સુનિશ્ચિત કરે છે કે પ્રવાસ દરમિયાન જીવનનું જોખમ ઊભું કરે તેવી સ્થિતિ માટે તબીબી ખર્ચ આવરી લેવાય જેનાથી તમામ પ્રકારના પ્રવાસીઓને વ્યાપક સુરક્ષા મળે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હેડ-હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ એન્ડ સર્વિસીઝ પ્રિયા દેશમુખે જણાવ્યું હતું કે “વધતી વપરાશી આવક અને પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લેવાની ઇચ્છાઓના લીધે આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક એમ બંને સ્તરે અમે પ્રવાસ કરવાનું વલણ નોંધપાત્ર રીતે વધી રહ્યું હોવાનું જોઈ રહ્યા છીએ. TripSecure+ સાથે અમે ન કેવળ એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ પરંતુ અમે પ્રવાસના આયોજનના મહત્વના પાસાં તરીકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સમાવવા માટે ગ્રાહક વર્તણૂંકમાં પરિવર્તનનો પ્રારંભ કરી રહ્યા છે. અમારું લક્ષ્ય છેલ્લી ઘડીની તૈયારીઓના બદલે તેમની મુસાફરીની તૈયારીઓના દરેક પરિબળ તરીકે ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લેવા પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવાનો છે. એઆઈ ટેક્નોલોજી અપનાવીને અમે ગ્રાહકો માટે તેમની ટ્રાવેલ સ્ટાઇલ પ્રમાણે પરફેક્ટ રીતે ફિટ થાય તેવા કવરેજને સરળ બનાવી રહ્યા છીએ.”
TripSecure+ નવીનતા, ગ્રાહક-કેન્દ્રિતતા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની નવીનતા દર્શાવે છે જે પર્સનલાઇઝ્ડ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ટેક્નોલોજીનો લાભ લે છે.