ISSO ગેમ્સમાં અમદાવાદની બે વિદ્યાર્થીનીઓની સિદ્ધિ

અમદાવાદ ની શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટમાં મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે,
ગુરુગ્રામમાં 20 અને 21 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) ગેમ્સનું આયોજન થયું હતું.
ધ રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થિની અનિકા તોદીએ જેવલિન થ્રોમાં અંડર 17 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે શોટ-પુટમાં સમાન વયની શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અનિકા હવે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ઇવેન્ટમાં ભાગ લેશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની કેયા પટેલે અંડર -14 કેટેગરીમાં 80 મીટર હર્ડલ્સ અને લોંગ જમ્પ બંને સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા. તેણીએ 100 મીટર ડેશમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
ધ રિવરસાઇડ સ્કૂલની સનાયા રાવલ અને કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલની પવી જાની અને યાના જાનીએ પણ ISSO ગેમ્સની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ ખેલાડીઓએ અમદાવાદમાં CAFSE એકેડેમીમાં AFI કોચ જોસેફ સેબેસ્ટિયન પાસે તાલીમ લીધી છે.
ISSO સમગ્ર ભારતની ઇન્ટરનેશન સ્કૂલોમાં રમતગમતના વિકાસને પ્રોત્સાહન આપે છે. ISSO ગેમ્સની છઠ્ઠી આવૃત્તીમાં 107 શાળાઓના 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
.