- નવી સર્વિસ એ સમગ્ર ભારત, ફાર ઇસ્ટ અને ગલ્ફમાં કનેક્ટિવિટીને વિસ્તારશે
મુંદ્રા
ડીપી વર્લ્ડ, સ્માર્ટ અત્યાધુનિક સપ્લાય ચેઇન ઉકેલ પૂરી પાડતી અગ્રણી વૈશ્વિક કંપની એ એમજીએક્સ-ટુ (મિલાહા ગલ્ફ એક્સપ્રેસ સર્વિસ-2) મેડન વોયેગને ડીપી વર્લ્ડ મુંદ્રા ખાતે આવકારે છે. આ નવી પખવાડિક સેવા એ ફાર ઇસ્ટ, ભારતીય સબકોન્ટિનેન્ટ અને ગલ્ફ દેશને જોડીને ડીપી વર્લ્ડના સંકલીત ટ્રેડ નેટવર્કને વિસ્તારશે. આ સેવાનો હેતુ, વિવિધ કાર્ગોના પરિવહન દ્વારા સક્ષમ અને સરળ લોજિસ્ટિક ઉકેલ પૂરું પાડીને તે ભારતની વેપાર ક્ષમતાને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવાનો ઉકેલ પૂરો પાડે છે.
3000 ટીઇયુસના ત્રણ વેસલ્સ સાથે, એમજીએક્સ- 2 સર્વિસ એ એક પખવાડીક ધોરણે ઓપરેટ થશે અને તેમાં શાંઘાઈ, નિન્ગબો, શેકૌ, ન્હાવા શેવા, મુંદ્રા, સોહર, હમદ અને દમણનું પરિપ્રભણ કવર થશે, તેનાથી ગલ્ફ અને પૂર્વિય એશિયાના દેશોના ભારત સાથેના જોડાણ મજબૂત બનશે.
આ રજૂઆત વિશે જણાવતા, રવિન્દ્ર જોહલ, સીઓઓ, પોર્ટ્સ અને ટર્મિનલ્સ, ઓપરેશન્સ અને કોમર્શિયલ, ડીપી વર્લ્ડ, સબકોન્ટિનન્ટ, મધ્ય પૂર્વિય અને ઉત્તર આફ્રિકા કહે છે, “એમજીએક્સ-2 સેવા એ ડીપી વર્લ્ડ મુંદ્રઆ ખાતેની એક વધુ સેવા છે, જે ફાર ઇસ્ટ અને ગલ્ફ દેશને વધુ સારું જોડાણ આપીને વૈશ્વિક વેપારને સમર્થ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. અમે જે દરેક સર્વિસને રજૂ કરીએ છીએ તે, બિઝનેસ માટે નવા દરવાજા ખોલે છે અને સુવિધાઓ દ્વારા આંતરરાષ્ટ્રિય બજાર સુધી ઝડપી અને સક્ષમ રીતે પહોંચી શકાય છે. ભારતના જોડાણને વધુ મજબૂત બનાવતા અમે ફક્ત વેપારને વેગ આપીએ છીએ એટલું જ નહીં પરંતુ આર્થિક રીતે પમ વધુ સારી અસર ઉભી કરીએ છીએ. આ સર્વિસ જેમ-જેમ વિકસીત થશે, તેમ-તેમ વિશ્વકક્ષાના અમારા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ દ્વારા પ્રગતિ, કાર્યક્ષમતા અને વૈશ્વિક સંકલન માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”
ડીપી વર્લ્ડ મુંદ્રા એ 632 મીટરનો ખાડો અને ઊંડો ડ્રાફ્ટ ધરાવે છે, જે મોટા જહાજોને સમાવવા માટે સક્ષમ છે. 37 હેક્ટરમાં ફેલાયેલ 1.4 મિલિયન ટીઇયુસની ક્ષમતા સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને રોડ તથા રેલ દ્વારા ઉત્તર અને મધ્ય ભારતથી અદ્દભુત જોડાણ ધરાવે છે. 2003માં તેની શરૂઆતથી, ડીપી વર્લ્ડ મુંદ્રા એ ઓગસ્ટ 2024 સુધીમાં કુલ 1,76,01,863 ટીઇયુસનું કુલ થ્રુપુટ કર્યું છે. મજબૂત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ નેટવર્ક દ્વારા સમર્થિત, ડીપી વર્લ્ડ મુન્દ્રામાં 50-એકર કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન છે અને તે ટર્મિનલની અંદર સમર્પિત રેલ કનેક્ટિવિટી દ્વારા સપોર્ટેડ છે, જે કાર્ગોની સરળ હેરફેરને સુનિશ્ચિત કરે છે. રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી સાથે, ડીપી વર્લ્ડ મુન્દ્રા વૈશ્વિક વેપાર પ્રવાહને નિયંત્રિત કરવામાં સુરક્ષા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખે છે.