બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ દ્વારા વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો

Spread the love

અમદાવાદ

આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે કરવામાં આવ્યું હતું.

સાંજે ૪ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ચાલેલા આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.

આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા, જેવા કે ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તેમજ મહંત સ્વામી મહારાજ મંડપમ. આ તમામ મંડપોમાં  કુલ મળીને ૪૦૦ જેટલા યજ્ઞકુંડમાં આશરે ૧૨૦૦૦ થી વધુ વ્યક્તિઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો; જેમાં આશરે ૫ લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી અર્ઘ્ય તેમજ ૫૦ લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી.

વિવિધ પ્રસંગો તથા નિમિત્ત અર્થે જેવા કે  નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરૂહરિ પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ, માનસિક સ્થિરતા વગેરે માટે હજારો યજમાન હરિભક્તો – ભાવિકો આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *