ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સાથે હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

Spread the love

અમદાવાદ

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે જણાવતા હરેકૃષ્ણ મંદિર,ભાડજના અધ્યક્ષ સ્વામી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ કરેલ અમૂર્તકલ્પનારૂપ આ લીલાની યાદગીરી રૂપે હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા વાર્ષિક ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી જેમાં આશરે 150 કરતા પણ વધુ જુદા જુદા વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સૌને આકર્ષિત અને અતિમોહક ભગવાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય “સ્વર્ણરથ”માં શાનદાર સવારી કરાવવામાં આવી જેમાં ભકતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા સંકિર્તન ગાઈને જોડાયા હતા.

કેક અને વિવિધ જાતના કૂકીસ, વ્યંજનો વિગેરે દ્રારા બનાવેલ આશરે 1008 થી વધારે વ્યંજનો ભગવાન શ્રી કૃષ્ણને અને શ્રી ગોવર્ધનજીને ધરાવવતા એ સૌના ઉલ્લાસનું કેન્દ્ર બન્યું હતુ. અન્નકૂટમાં ધરાવેલ કેક અને કૂકીસને સંપૂર્ણપણે મંદિરમાં જ ભકતો દ્રારા બનાવવામાં આવ્યા હતા જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હતા.અન્નકૂટને શ્રી શ્રી રાધામાધવને અર્પણ કરવામાં આવી અને મહામંગલા આરતી કરવામાં આવી. જયારે ભકતો દ્રારા ગોવર્ધન પર્વતની મહત્તાનુ વર્ણન 8 શ્લોકમાં કરતા ગોવર્ધનઅષ્ટકમનું ગાન કરવામાં આવ્યું. ભગવાન શ્રીકૃષ્ણને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે. ઉત્સવ દરમ્યાન ગૌ-પૂજા પણ કરવામાં આવી હતી.ગોયોને સુંદર રેશ્મી વસ્ત્રોથી શણગારવામાં આવી અને પરંગપરાગત રીતે ગોળ અને કેળા અપર્ણ કરવામાં આવ્યા. ભક્તોએ પણ ગાયની પૂજા-પ્રાર્થના કરી અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા હતી.ઉત્સવના અંતમાં કેક અને બીજા વ્યંજનોને ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવ્યા.

કારતક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી કરવામાં આવી જે દરમ્યાન ઉપસ્થિત સૌ ભકતો ધન્ય બનીનેઅલૌકિક આત્મીયતાનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *