ગિનિસવર્લ્ડરેકોર્ડ્સદ્વારામહંતસ્વામીમહારાજનેઅર્પણકરાશેબહુમાનપત્ર, ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ
તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬સોમવારના દિવસે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટનજીક, નેશનલહાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે.
પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦ થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે.
મહોત્સવમાં ગિનિસ વર્લ્ડરેકોર્ડ્સ દ્વારા સ્વામીશ્રીનું કરાશે બહુમાન
આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં – લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ કુંડ પર વિશ્વશાંતિયજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમજ બી.એ.પી.એસ. મહિલા પ્રવૃત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
મહોત્સવ સ્થળે અંદાજિત બે લાખ હરિભક્તો ઉપરાંત દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ કાર્યક્રમને માણી શકશે.
