નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે
નવી દિલ્હી
જો તમે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (એનપીએસ)ના ખાતાધારક છો, તો આ સમાચાર તમારા માટે છે. પેન્શન ફંડ નિયામક ( પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એ માહિતી આપી હતી કે તે તેમની સિક્યુરિટી ફીચર્સને વધારવા જઈ રહી છે. હવે એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (સીઆરએસ) સિસ્ટમમાં લૉગિન કરવા માટે દ્વિ-ફેક્ટર પ્રમાણીકરણ પ્રોસેસ પછી લૉગિન કરી શકાશે. પેન્શન ફંડ નિયામકે આ અંગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
પીએફઆરડીએએ આ અંગે એક સર્કુલર જાહેર કરી માહિતી આપી હતી કે, હવે સીઆરએસ સિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી જોડવામાં આવી છે. આ નવો નિયમ આગામી 1 એપ્રિલ 2024થી લાગુ થશે. ત્યાર પછી એનપીએસ ખાતાધારકોને યુઝર આઈડી અને પાસવર્ડની સાથે- સાથે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. તેથી હવે પછી આ ઓટીપી દાખલ કર્યા બાદ જ યુઝર્સ તેમની સીઆરએ સિસ્ટમમાં લોગીન કરી શકશે. પીએફઆરડીએએ તેના જારી કરેલા સર્કુલરમાં કહ્યું છે કે, આધાર આધારિત લોગિન ઓથેન્ટિકેશનથી સીઆરએમાં લોગિન કરવું વધારે સુરક્ષિત રહેશે.
વર્તમાન સમયમાં એનપીએસ ખાતા ધારકોને સીઆરએ સિસ્ટમમાં લૉગિન કરવા માટે માત્ર એનપીએસનું આઈડી અને પાસવર્ડની જરૂર પડતી હતી. જેમા હવે નવુ આધાર બેઝ વેરિફિકેશન સિક્યોરિટી ફીચરને એડ કરવામાં આવ્યું છે. તેથી હવે યુઝર્સેને આઈડી પાસવર્ડ તેમજ આધાર બેઝ ઓથેન્ટિકેશન એટલે કે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, તેને દાખલ કરવો પડશે.