અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તી યોજાશે. નરહરિ અમીન (પ્રમુખ – જનસહાયક ટ્રસ્ટ અને સાંસદ રાજ્યસભા) તથા રાજકુમાર ગુપ્તા (પ્રમુખ – ગુજરાત લોકસેવા ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે તા.17-09-2025, બુધવાર ના રોજ સવારે 9.00 થી સાંજે 5.00 વાગ્યા દરમ્યાન નીચે મુજબની સેવાકીય પ્રવૃત્તીઓ યોજાશે.
- વોલ્યન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ
- ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન
- ફ્રી બેઝીક હેલ્થ પ્રોફાઈલ
- આંખના નંબરનું ફ્રી માં ચેકિંગ અને ફ્રી ચશ્મા આપવાનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સદરહુ કાર્યક્રમ અંતર્ગત CBC, S.Creatine, Random Blood Sugar, Cholesterol, Uric Acid,Total Protein, S.Bilirubin – 7 પ્રકારના બ્લડ ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવશે. જેના બ્લડ રિપોર્ટ સીધા જ દર્દીના મોબાઈલ નંબરમાં વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે.
આ દિવસે મેડિસિન, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ડેન્ટલ, નેફ્રોલોજી, ફિઝીયોથેરાપી, આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથીના વિભાગના દર્દીઓને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા ફી ઓ.પી.ડી. કન્સલ્ટેશન પણ આપવામાં આવશે.
કેમ્પની મુલાકાત લેનાર તમામ વ્યક્તિઓના આંખના નંબર ફ્રી માં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે.
