સુરત
સુરત ખાતે ગુરુવારથી શરૂ થયેલી દેશના જુદા-જુદા પાંચ જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા આયોજિત ઓલ એજ ગ્રુપ નેશનલ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે જુનિયર ગર્લ્સ વ્યક્તિગત ઓલરાઉન્ડ સ્પર્ધામાં ઓડિશાની પ્રિયાંશી બંસલે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મહારાષ્ટ્રની નીતિ દોશી અને અનન્યા શેટ્ટીને સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુનિયર ગર્લ્સની ટીમ ઈવેન્ટમાં ઓડિશાએ ગોલ્ડ, મહારાષ્ટ્રએ સિલ્વર અને પશ્ચિમ બંગાળે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જ્યારે ગુજરાતની ટીમ ચોથા ક્રમે રહી હતી. સ્પર્ધામાં 27 ટીમોના 800થી વધુ ખેલાડીએ ભાગ લીધો છે.