હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જી થી ધો.12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 4000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો માટે રમત-ગમતના સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ રમતો રમી હતી, ઉપરાંત ડાન્સ ફ્લોર ઉપર ડી.જે. તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઊઠ્યા હતાં, સાથે વિવિધ નાસ્તા માટે ઊભા કરવામાં આવેલ સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ નાસ્તાની મજા માણી હતી. સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટો વહેંચી નાતાલની ઉજવણીખુબ જ ઉત્સાહભેર કરી હતી.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, ટ્રેઝરર વિજુલ અમીન, ગવર્નિંગ બોર્ડનાં મેમ્બર પ્રશાંત અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન, આચાર્યાઓ અને કૉ-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતાં.