આઇટીએફ એમટી200નો અમદાવાદની એસ ટેનિસ એકેડેમી ખાતે આજથી પ્રારંભ થશે

Spread the love

અમદાવાદ

અમદાવાદ નજીક પલોડિયા ખાતે આવેલી એસ ટેનિસ એકેડમી ખાતે 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી એસ આઇટીએફ માસ્ટર્સ એમટી200 ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે. પ્રથમ વખત ગુજરાતમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં 30 પ્લસથી 65 પ્લસ વય ગ્રૂપના મેન્સ તથા વિમેન્સ ખેલાડીઓ ભાગ લેશે. વિદેશના કેટલાક ખેલાડીઓ તથા ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેલાડીઓ પણ ભાગ લઇ રહ્યા છે. ઇન્ડોર ક્લે કોર્ટ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટ બાદ 18મી એપ્રિલથી 25મી એપ્રિલ સુધી બે લાખ રૃપિયાની પ્રાઇઝ મનીવાળી એસ આઇટા સર્કિટ મેન્સ તથા વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે.

બંને ટૂર્નામેન્ટની માહિતી આપીને ડાયરેક્ટર પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે પ્રથમ ઇવેન્ટમાં 65 જેટલા સિંગલ્સ તથા 35 જેટલા ખેલાડીઓ ડબલ્સમાં રમશે. બીજી ઇવેન્ટમાં લગભગ 120 જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે જેમાં ભારતના હાયર રેન્કર ખેલાડીઓ પણ સામેલ છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓની સંખ્યા વધારે છે અને ટૂર્નામેન્ટ દ્વારા તેમના રેન્કિંગ પોઇન્ટમાં પણ વધારો થશે જે તેમના ફાયદામાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *