હીરામણિ સ્કૂલની રજત જયંતી ઉજવણી નિમિત્તે આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જી થી ધો.12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 4000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો માટે રમત-ગમતના સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ રમતો રમી હતી, ઉપરાંત ડાન્સ ફ્લોર ઉપર…