અમદાવાદ
વસંત પંચમીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી. વિભાગના ભૂલકાંઓ પીળા રંગના સુંદર વસ્ત્રો પહેરીને આવ્યા હતાં અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ મીઠાઈ અર્પણ કરી હતી.વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન, ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે. આ ઉપરાંત નાના બાળકોને અક્ષર જ્ઞાન આપવા માટે પણ આ દિવસને એકદમ સર્વોત્તમ છે. વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ ઉર્જા, આશા અને નવી ચેતનાનું પ્રતીક છે.
