ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આધુનિક સાધનોનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ

Spread the love

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાવાઘેલા અને ONGC ના જનરલ મેનેજર શિલાદિત્ય સરકારની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ

અમદાવાદની ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (P&O) વિભાગ માટેના આધુનિક સાધનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા તથા ONGC ના જનરલ મેનેજર (CSR) શિલાદિત્ય સરકાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રફુલ પાનશેરિયાએ આ સાધનો માટે આર્થિક સહયોગ બદલ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ONGC)ની સામાજિક જવાબદારીને બિરદાવતાં જણાવ્યું કે આ અત્યાધુનિક સાધનોથી સંસ્થાના P&O વિભાગની કામગીરી વધુ સચોટ અને ઝડપી બનશે. જેનો સીધો લાભ અહીં સારવાર લેતા હજારો દર્દીઓને મળશે. તેમણે રાજ્યની આરોગ્ય સેવાઓને મજબૂત કરવા બદલ ONGCને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પીયૂષ મિત્તલે સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની કામગીરી તેમજ નવાં સાધનોની ઉપયોગીતા વિશે વિગતવાર માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *