
સુરત
સુરતમાં 26 જાન્યુઆરી 2025એ પૂરી થયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સમાં વડોદરાના રિઝર્વબેન્કનું પ્રતિનિધિત્વ કરતા માનુષ શાહે ટાઇટલ જીતી લીધું હતું. જોકે સમગ્ર સ્પર્ધા દરમિયાન માનુષ કોર્ટ પર કોચની હાજરી વગર રમ્યો જે બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે મોટા ભાગના ખેલાડીને તેમની મેચ દરમિયાન કોચ માર્ગદર્શન આપતા જોવાય છે પરંતુ માનુષને એક પણ મેચમાં કોર્ટ પર કોઈ જ કોચ જોવા મળ્યા નહતા.
માનુષે સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હીના પાયસ જૈનને 4-1 (10-12, 11-6, 11-6, 12-10, 11-8)થી પરાજય આપ્યો હતો. પાયસને મેચ દરમિયાન સતત કોચનું માર્ગદર્શન મળી રહ્યું હતું જ્યારે માનુષને મેચ દરમિયાન સ્થાનિક રમત પ્રેમિઓ દ્વારા ચોક્કસ પ્રોત્સાહન મળ્યું હતું પરંતુ તેને સ્થળ પર માર્ગદર્શન માટે કોઈ જ હાજર ન હોઈ આ બાબતે હાજર પ્રેક્ષકો સહિતના તમામનું ધ્યાનગયું હતું અને આ બાબત ચર્ચાનો વિષય બની હતી.
ફાઈનલ બાદ માનુષ આ બાબતે કંઈજ કહેવાનું ટાળ્યું હતું. માનુષે પ્રથમ વખત નેશનલ ટાઈટલ જીતવા બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે હવે તેના માટે આ વિજય ખુબજ મહત્વનો છે. અહીં આવતા પહેલા તે મસ્કતમાં એક સ્પર્ધામાં રમ્યો હતો અને ત્યાંના સારા દેખાવથી પણ તેને આ સ્પર્ધામાં ઘણો લાભ થયો હતો. રાજ્યમાં ટેબલ ટેનિસમાં ખેલાડીઓનો દેખાવ સરાહનીય રહ્યાનો જણાવી માનુષે કહ્યું કે તેની નજર હવે પાંચમા નંબરે પહોંચવા પર છે. હવે તે સિંગાપુરમાં સિંગાપુર સ્મેશ કરીને એક સ્પર્ધામાં ભાગ લઈને તેના રેન્કિંગને સુધારવાનો પ્રયાસ કરશે.