અમદાવાદ
“VB G RAM G” (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા. અને માર્ગદર્શન આપ્યું હતું.
આ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્વરોજગારની શક્યતાઓ, યોજનાના હેતુ, લાભો તથા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું.
- પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસનુંકામમળતુંહતું, હવે વિકસિત ભારત યોજનામાં 125 દિવસ કામ મળશે.
- વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધી આ કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સીઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે.
- એટલે કે બીજી રીતે કહીએ તો જી રામ જીમાં 125 અને 60 દિવસ ખેતીની સીઝનના એમ 185 દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય.
- હવે તમામ મંજૂર કાર્યોને ચાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત શ્રેણીઓમાં વ્યવસ્થિત કરવામાં આવ્યા છે.
- જળ સંબંધી કાર્યો (જળ સુરક્ષા માટે)મુખ્ય ગ્રામીણ પાયાની સુવિધાઓ (infrastructure)આજીવિકા સંબંધી પાયાની સુવિધાઓ (infrastructure)
- પ્રતિકૂળ હવામાનની ઘટનાઓ સામે લડવા અને આપત્તિ તૈયારી માટે વિશેષ કાર્યો
- વહીવટી ખર્ચની મર્યાદાને છ ટકાથી વધારીને 9% કરી દેવામાં આવી છે.
- દરછ મહિને સોશિયલ ઓડિટ ( Social Audit) કરવું ફરજિયાત છે .
- હવે ગ્રામીણ કાર્યોની યોજના વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ ‘ ના માધ્યમથી બનાવવામાં આવશે, જેને બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તર પર એકીકૃત કરવામાં આવશે અને વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક (Viksit Bharat National Rural Infrastructure stack) માં જોડવામાં આવશે.
- રાજ્યો પર ઓછામાં ઓછા 125 દિવસનો રોજગાર આપવાની બાધ્યતા છે. પોતાની ક્ષમતા મુજબ રાજ્ય 125 દિવસથી વધુ રોજગાર પણ આપી શકે છે અને જો 15 દિવસની અંદર કામ આપવામાં ન આવે, તો બેરોજગારી ભથ્થું આપવું અનિવાર્ય છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકા ભાજપ પ્રમુખ નિયલ પટેલ, એપીએમસીના ચેરમેન રમેશ પટેલ, મધુર ડેરીના ડિરેકટર ,ત્રણે ગામના સરપંચો,પાર્ટીના કાર્યકર્તા જયેન્દ્ર રાવલ, પ્રભાત દેસાઈ, કનુ ચૌધરી, લાલ ચૌધરી, અશોક ખંડેલવાલ, નટુજી ઠાકોર, નાગજી ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ ,મોતીપુરા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય મણીભાઈ, મફતભાઈ, બળદેવભાઈ, જસુજી ઠાકોર અને ગામોના સામાજિક આગેવાનો,મહિલાઓ,કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
