અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ

Spread the love

લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સીતાપુર રોડની બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો

અયોધ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો રામભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવે છે ત્યારે હવે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેની સાથે લખનઉના બક્ષીના તળાવ  (બીકેટી)ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

પોલીસને સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલા આ ધમકીભર્યા પત્રમાં અનેક આપત્તિજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. આ ઉપરાંત પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો પણ લખ્યા છે.

પોલીસે તપાસ દરમિયાન પત્રમાં લખેલા યુવતાના નંબર પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. જેમાં પણ આ જ નંબર લખેલા હતા. જેનો નંબર પત્રમાં લખેલો છે તે યુવતીએ બે દિવસ પહેલા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ મામલો બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ રેસ્ટોરન્ટનો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *