કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા
અમૃતસર
મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘ઉડાન’માં આપીએસ ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.
અહેવાલો અનુસાર, અભિનેત્રીના અંતિમ સંસ્કાર 16મી ફેબ્રુઆરીએ શિવપુરી અમૃતસરમાં કરવામાં આવ્યા હતા. કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા. કવિતા પોલીસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની નાની બહેન હતી.
ઉલ્લેખનીય છે કે, કવિતા ચૌધરી છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતી અને લાંબા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. કવિતા ચૌધરીના ભત્રીજા અજય સયાલે પણ માહિતી આપી હતી.