આઓ ગાંવ ચલે અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો

Spread the love

અમદાવાદ

મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન ની અધ્યક્ષતામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) ના સહયોગથી “આઓ ગાંવ ચલે” અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન જનરલ ફિઝિશિયન, ENT, ઓર્થોપેડીક, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ઓપ્થોલમોલોજિસ્ટ, ડરમેટોલોજિસ્ટ, ડાયાબીટોલોજિસ્ટ, જનરલ સર્જન જેવા ફેકલ્ટીના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા કેમ્પમાં આવેલ લાભાર્થીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું જરૂર જણાયે ત્યાં બ્લડ ટેસ્ટ કરીને દર્દીઓને નિ:શુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મણિબેનહીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ડૉ. વરૂણ અમીન, સેક્રેટરી પ્રવિણચંદ્ર અમીન, ટ્રસ્ટીઓ, ઘનશ્યામ અમીન, નીતા અમીન, વિજુલ અમીન, મૃદુલા અમીન, ભગવત અમીન, ડૉ. વિશ્વાસ અમીન અને અમદાવાદ મેડીકલ એસોસીએશન અને ગુજરાત મેડીકલ એસોસીએશનનાં ડૉ. તુષારપટેલ, ડૉ. જીગ્નેશ શાહ, ડૉ. મૌલિકશેઠ, ડૉ. મનજીત નાયક અને અન્ય ડોક્ટર્સ તથા અસલાલી ગામના સરપંચ નરેન્દ્ર પટેલ, અજીત પટેલ, પ્રફુલ અમીન અને હીરામણી આરોગ્યધામના સીએઓ આશિષ રાજા, હીરામણિ આરોગ્યધામનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *