સુરત
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સુરત દ્વારા આયોજિત અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન ના માર્ગદર્શન નીચે આયોજિત બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં મેન્સની ફાઇનલ મેચમાં વલસાડની ટીમે કેયુરના 3 ગોલ, ઋષિકેશ અને સૌગાતના 2-2 ગોલની મદદથી સુરતની ટીમને 7-5 થી પરાજય આપી ચેમ્પિયન બની છે. સુરતની ટીમના વિનય સિંગ અને ઈબ્રાહીમના 2-2 ગોલ અને રગીબુદિન દ્વારા 1 ગોલ કરાયો હતો. વિમેન્સની મેચમાં વલસાડની ટીમે સુરતની ટીમને 7-1 થી પરાજય આપી ટાઈટલ મેળવ્યું હતું.


