હીરામણિ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Spread the love

અમદાવાદ

હીરામણિ અંગ્રેજી માધ્યમમાં ‘આનંદમ્’ શીર્ષક હેઠળ ઉજવાયેલ આ વાર્ષિકોત્સવમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવતા વિવિધ ડાન્સ, માઈમ, સ્કીટ વગેરે રજૂ કરવામાં આવ્યા. કાશ્મીર થી લઈ કન્યાકુમારી તથા ગુજરાતથી લઈ આસામ સુધીના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ પ્રોગ્રામને લગભગ 3500 પ્રેક્ષકો જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ માણ્યો.

શિવસ્તુતિ, ગરબા, ભાંગડા, લાવણી, ઘુમર તથા પહાડી ડાન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આજના યુગમાં મોબાઈલ ફોનના અતિરેક પર કટાક્ષ કરતી સ્કીટ ‘મોબાઈલે તો ડાટ વાળ્યો’ એ પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું. ભારતના લોહપુરુષ સરદાર પટેલને રજૂ કરતી નૃત્ય નાટિકા તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિષયને લઈને રજૂ કરાયેલ પ્રોગ્રામે રમૂજ ફેલાવી હતી. દશાવતાર તથા કલયુગને દર્શાવતી નૃત્ય નાટિકાએ પ્રેક્ષકોમાં રોમાંચનો સંચાર કર્યો હતો. પ્રોગ્રામને અંતે રજૂ કરાયેલ ગ્રાન્ડ ફીનાલેમાં લગભગ 200થી વધારે વિદ્યાર્થીઓએ એકસાથે સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *