મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા JIC 2026કોલાબરેટિવ સાયન્સનું આયોજન
અમદાવાદ
ગુજરાતમાં અંદાજે 15-20 જયારે દેશમાં 2000 જેટલા હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં છે ત્યારે લોકોમાં અંગદાનને લઈને જાગૃતી આવવી જરીરી હોવાનું Emeritus JIC અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું હતું. તેઓ 9થી 11 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલી 22મી જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (JIC 2026) સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું.
કોન્ફરન્સનો હેતુ નોલેજ શેરિંગ અને જોઇન્ટ લર્નિંગ થકી એકેડમિક અને સાયન્ટીફિક શ્રેષ્ઠતાનાં ત્રીસ કરતા વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે. આ ઇવેન્ટ માત્ર જ્ઞાનનાં પ્રસાર માટે જ નહીં પરંતુ વિષ્વભરમાં હેલ્થકેર પ્રક્ટિસનાં ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અધ્યાય બનવા માટે સજ્જ હોવાનું તેમણે કહ્યું હતું
ફોકસ્ડ સિમ્પોસિયા સહિતની પ્રવૃત્તીઓ
આ ઇવેન્ટ દરમિયાન ફોકસ્ડ સિમ્પોસિયા, સેટેલાઇટ સેશન્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન્સ, ટાઉન-હોલ મિટિંગ્સ, વર્કશોપ્સ તથા પેશન્ટ-ડોક્ટર એન્ગેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. આ એપ્રોચ શિક્ષણ, ઇન્ટરેક્શન તથા નેટવર્કિંગની વિવિધ તકોપુરી પાડે છે. માસ્ટર ક્લાસ, રેસિડન્ટ ચેલેન્જ, ક્વિઝ કોમ્પિટિશન્સ અને પ્રોસેડ્યુરલ વર્કશોપ્સ જેવા સ્પેશિયલ ફિચર્સ ક્લિનિકલ રિલિવન્સ, વ્યવહારૂ અનુભવ તથા રીયલ-વર્લ્ડ એપ્લિકેશન પર મજબૂત ફોકસ સાથે શિક્ષણ માટે જેઆઇસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ
જેઆઇસી 2026 એવા અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કે જે અસરકારક ક્લિનિકલ ડિસિજન મેકિંગ અને પેશન્ટની સ્થિતિમાં સુધારા તરફનો દોરી જાય છે, એમ કોન્ફરન્સ પાછળનાં વિઝન અંગે કોન્ફરન્સનાં ચેરમેન ડૉ. અનિશ ચંદારાણાએ કહ્યું હતું.
શિક્ષણનો અમલ ક્લિનિકલ પ્રેક્ટિસમાં થાય એ જરૂરી
જેઆઇસી 2026માં અમારો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોન્ફરન્સમાં મળેલા શિક્ષણનો અમલ ક્લિનિકલ પ્રેક્ટીસ દરમિયાન કરવામાં આવે, એમ પ્રોગ્રામનાં સાયન્ટીફિક પાસા પર વાત કરતા સાયન્ટીફિક કમિટીનાં ચેરમેન ડૉ. તેજસ વી. પટેલે કહ્યું હતું.
અદ્યતન નોલેજ પહોંચાડવાનો આશય
અમે પ્રતિનિધિઓ સુધી મેડિસિનની દરેક ફિલ્ડ અંગે અદ્યતન નોલેજ પહોંચાડવા માગીએ છીએ તથા તેનાં થકી ટેક્નોલોજીમાં એડવાન્સમેન્ટ અને ટ્રીટમેન્ટ દ્વારા સમાજને મદદરૂપ બનવવા માગીએ છીએ, એમ સિનિયર ઇન્ટવેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મિલન ચાગે કહ્યું હતું.
