ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છેઃ બંસી સાબુ

Spread the love

14 નવેમ્બરઃ વર્લ્ડ ડાયાબિટિશ ડેઃ ચાર મોટી સંસ્થાઓનું સાથે મળીને અમદાવાદમાં ડાયાબિટિશ અંગે જાગૃતિ અભિયાનઃ શહેરના 100 જાહેર સ્થળો અને 50થી વધુ ખાનગી ક્લિનિકો પર ડાયાબિટિસનું ચેકઅપ કરી માર્ગદર્શન અપાશે

અમદાવાદ

ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છે,એમ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા(IDF SEA)ના અધ્યક્ષ બંસી સાબુએ વર્લ્ડ ડાયાબિટિસ ડે પર યોજાનારી જાગૃતિ અભિયાનની માહિતી આપતા કહ્યું હતું. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા(IDF SEA)ના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સમર્થનથી, 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સમગ્ર અમદાવાદમાં મોટાપાયે ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સાબુએ ડાયાબિટીસના માપદંડ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે એક સામાન્ય માણસનું ફાસ્ટિંગ શૂગર 80થી 100 અને ખોરાક લીધા બાદનું 140થી 160 હોવું જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પર ડાયાબિટીસ અંગે આવતા વિવિધ માપદંડોને ઉપજાવી કાઢેલા ગણાવી લોકોને આવી ગંભીર બાબતમાં અધિકૃત માપદંડોને જ અનુસરવા ભલામણ કરી હતી. તેમણએ કહ્યું હતું કે ડાયાબિટીશ વિશ્વભરમાં બહુ મોટા પડકાર તરીકે સામે આવી રહ્યો છે ત્યારે તેના માટે લોકોમાં પ્રવર્તતી ખોટી વાતો દૂર કરવી જરૂરી છે. ડાયાબિટીસ યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં બદલાવ સાથે મટી શકે છે પરંતુ અત્રે એ યાદ રાખવું જોઈએ કે સારવાર બાદ ડાયાબિટીસ નિયંત્રણમાં આવે અને પછી ભોજનમાં ધ્યાન ન રાખવામાં આવે તો તે ફરીથી નિયંત્રણ બહાર જઈ શકે છે.

AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે, ભારતના મોટાભાગના મહાનગરોની જેમ અમદાવાદમાં પણ જીવનશૈલી સંબંધિત રોગો, ખાસ કરીને ડાયાબિટીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ રોગ સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી 14 નવેમ્બરે અમદાવાદના ૧૦૦ થી વધુ જાહેર સ્થળો જેમ કે બગીચાઓ, ક્લબો, સમુદાયના મેદાનો અને ખુલ્લી જગ્યાઓમાં ડાયાબિટીસના વહેલા નિદાન અને નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરતી મફત આરોગ્ય પ્રવૃત્તિઓનું સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.

AMA ના સેક્રેટરી ડૉ. મૌલિક શેઠે આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પરિમલ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો મફત બ્લડ સુગર સ્ક્રીનીંગ, મફત બ્લડ પ્રેશર ચેક-અપ, વરિષ્ઠ ડોકટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ, ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુમ્બા / ફિટનેસ સત્ર, નિષ્ણાત ડોકટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ આપવામાં આવશે. આ ઉપરાંત શહેરના 50થી વધુ ખાનગી દવાખાનાઓમાં સવારે 9થી 12 વાગ્યા દરમિયાન ડાયાબિટીસનું ડાયાબિટિસનું ચેકઅપ કરી માર્ગદર્શન અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *