SIR ની આ શુદ્ધિકરણ મતદારની કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ :- પ્રફુલ પાનશેરીયા
અમદાવાદ
ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કામરેજ વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ટીમ કામરેજના હોદ્દેદારો, કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા અત્યંત પ્રશંસનીય કામગીરી નોંધાઈ રહી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન, સતત સમીક્ષા અને પ્રેરણાથી આ અભિયાન ગતિમાન બન્યું છે. તંત્ર, BLO તથા કાર્યકર્તાઓ સાથે સુવ્યવસ્થિત સંકલન અને બૂથ સ્તરની સક્રિય કામગીરીથી કામરેજ વિધાનસભા “મોડેલ કામગીરી” તરફ આગળ વધી રહી છે.
મુખ્ય કામગીરી અને હાઇલાઈટ્સ
- SIR અભિયાન હેઠળ મતદાર યાદીનું અપડેશન સતત ગતિમાન
- દરેક બુથ ઉપર BLO દ્વારા ઘર-દ્વારે જઈ ફોર્મ ફિલ્પ કરવામાં આવ્યા
- યુવા મતદારો અને મહિલા મતદારો માટે ખાસ માર્ગદર્શન સત્રો
- નિયમિત બેઠકો દ્વારા કામગીરીની સતત સમીક્ષા અને માર્ગદર્શન
દરેક બુથ સ્તરે-મતદાર જાગૃતિ માટે વિશેષ કેમ્પેઇન સફળ બનાવવા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે. આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી થશે. એક પણ યોગ્ય મતદાર મતદાર યાદીમાંથી છૂટયો ન રહે, એ જ આપણી મુખ્ય જવાબદારી છે. લોકશાહી સશક્ત બનાવવા SIR અભિયાન કામરેજ વિધાનસભામાં મજબૂતીથી અમલમાં મુકાયું છે.
કામરેજ વિધાનસભામાં તંત્ર, BLO, કાર્યકર્તાઓ અને સતર્ક નાગરિકોના જોડાણથી SIR અભિયાનને સફળતા મળી રહી છે અને ચૂંટણી પંચના માપદંડોને અનુરૂપ વિધાનસભા સકારાત્મક મોડેલ તરીકે ઉભરી રહી છે.
