
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના લુન્સિકોઈ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર્સ (અંડર-19) પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરાવલ્લીનો જન્મેજય પટેલ બોયઝમાં તથા ભાવનગરની રિયા જયસ્વાલ ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા.
આ ટુર્નામેન્ટ એનજે ગ્રુપ સ્પોન્સર કરી હતી.
ટુર્નામેન્ટના અંતિમ દિવસે બોયઝમાં મોખરાના ક્રમના જન્મેજય પટેલે શાનદાર પ્રદર્શન કરીને અમદાવાદના અભિલાક્ષ પટેલને 4-0 (11-9, 11-8, 11-6, 11-5)થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
અગાઉ સેમિફાઇનલમાં જન્મેજયે ભાવનગરના ધ્યેય જાની સામે પાંચ ગેમના રોમાંચક મુકાબલામાં 3-2થી વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં કેટલીક લાંબી રેલી જોવા મળી હતી. બીજી સેમિફાઇનલમાં અભિલાક્ષે ભાવનગરના પૂજન ચંદારાણાને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ગર્લ્સ ફાઇનલ મેચ પણ રોમાંચક બની હતી જ્યાં જાયન્ટ કિલર રિયા જયસ્વાલે નવસારીની સિદ્ધિ બલસારાને 4-2 (11-7, 11-6, 11-7, 4-11, 8-11, 11-7)થી હરાવી હતી.
ગર્લ્સ સેમિફાઇનલમાં રિયાએ આશ્ચર્યજનક રમત દાખવીને મોખરાના ક્રમની પ્રથા પવાર (અમદાવાદ)ને હરાવી હતી તો સિદ્ધિએ અન્ય સેમિફાઇનલમાં સુરતની વિશ્રુતિ જાદવ સામે સીધી ગેમમાં વિજય હાંસલ કર્યો હતો.
પરિણામોઃ
બોયઝ ફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-9, 11-8, 11-6, 11-5
ગર્લ્સ ફાઇનલઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-7, 11-6, 11-7, 4-11, 8-11, 11-7
બોયઝ સેમિફાઇનલઃ અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-8, 11-8, 8-11, 11-9; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-7, 5-11, 11-8, 8-11, 11-8.
ગર્લ્સ સેમિફાઇનલઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રથા પવાર 11-9, 12-10, 11-4; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-7, 13-11, 11-4.
