સાંસદ નરહરિ અમીન દ્વારા 21 થી 23, નવેમ્બરે વિવિધ રમતોનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો

Spread the love

રાજ્યસભાનાં સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત સાંસદ ખેલ મહોત્સવ તા.21,22,23 નવેમ્બર,2025 દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ  લીધો હતો.

તા.21-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે યોજાયેલ કબડ્ડી, વૉલીબોલ અને ખો-ખો સ્પર્ધામાં 56 ટીમોનાં 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તા.22-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે રસ્સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત ખુરશી (વૃદ્ધાશ્રમના વડીલો)માં કૂલ 606 ખેલાડીઓએ ભાગ લીધો હતો.તા.23-11-25 ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ બાસ્કેટબૉલ સ્પર્ધામાં 17 ટીમોનાં 204 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એકલવ્ય એકેડમી, થલતેજ ખાતે યાજેયલ સ્કેટિંગ સ્પર્ધામાં 6 થી 18 વર્ષના 425 ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ મહોત્સવમાં કુલ 1905 ખેલાડી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં 10 ટ્રોફી, 322 મેડલ અને તમામ ખેલાડીઓએ પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયત થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *