વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હશે તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છેઃ વડાપ્રધાન
નવી દિલ્હી
સંસદનું આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવાની તૈયારી છે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. આ દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસદની બહાર કહ્યું હતું કે, પીએમ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષે જેને જે રસ્તો દેખાયો એ જ રીતે સંસદમાં બધાએ પોત-પોતાની રીતે કામ કર્યું. હું એટલું જરૂરી કહીશ કે અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છે જે લોકશાહી મૂલ્યોના ચીરહરણમાં જ માને છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં જરૂર આત્મનિરિક્ષણ કરશે કે 10 વર્ષમાં તેમણે શું કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે સંસદની આ નવી ઇમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે એક સાંસદે ખૂબ જ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો અને તે નિર્ણય હતો નારીશક્તિ વંદન કાયદો. તે પછી 26 જાન્યુઆરીએ આપણે જોયું કે કેવી રીતે નારી શક્તિના સામર્થ્યને, શૌર્યને, સંકલ્પને અનુભવ્યો અને આજે બજેટ સત્ર પણ શરૂ થઇ રહ્યો છે. જ્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું માર્ગદર્શન તથા આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ એક રીતે નારીશક્તિના સાક્ષાત્કારનો પર્વ છે.
પીએમ મોદીએ કહ્યું કે, બજેટ સત્ર એ સાંસદો માટે પસ્તાવાનો અવસર છે. આ એક સારી છાપ છોડવાની તક છે. આજે આ તક જવા ના દેતા. દેશહિતમાં ગૃહને તમારા વિચારોનો લાભ આપજો. દેશને ઉત્સાહ અને ઉમંગથી ભરી દો. હું માનું છું કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરાતું નથી. આ વખતે અમે પણ નવી સરકાર બન્યા પછી સંપૂર્ણ બજેટ લાવીશું. આ વખતે માર્ગદર્શન લેતા નાણામંત્રી આવતીકાલે દેશનું બજેટ આપણા બધાની સામે રજૂ કરવા જઈ રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હશે તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છે. આવનારા દિવસોમાં પણ જ્યારે ગૃહમાં ચર્ચાને કોઈ જોશે તો એક શબ્દ ઈતિહાસની તારીખ બની તેમની સામે આવશે. એટલા માટે જ જેમણે વિરોધ કર્યો હશે, બુદ્ધિની પ્રતિભા બતાવી હશે, અમારી સામે તીખી પ્રતિક્રિયા આપી હશે તેમને લોકો યાદ કરશે. પરંતુ જે લોકોએ ફક્ત નેગેટિવિટી બતાવી હશે કે પછી હોબાળો કર્યો હશે તેમને કદાચ જ કોઈ યાદ કરશે.