મહિલાએ 1996માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે ચોંકાવનારું કૃત્ય કર્યું હતું

રાજકોટ
પ્રોપર્ટી માટે લોકો અત્યારે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારો વચ્ચે ઘર ઘરમાં મહાભારત થઈ જાય છે. આવો જ એક અચંબિત કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં મૃત્યુ પામેલી વ્યક્તિને માત્ર વસિયતનામું બનાવવા માટે ફરીથી કાગળ પર જીવિત દર્શાવવામાં આવી હતી. જોકે આ સમયે એક વસિયતનામું લખાઈ ગયું ત્યારપછી ફરીથી તેને મૃત પણ જાહેર કરીને ડેથ સર્ટિફિકેટ પણ નવું બનાવાયું હતું. મહિલાએ 1996માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે આ પ્રમાણે કૃત્ય કર્યું હતું અને પછી ઘણા બધા માલિકો આ જમીનનાં બદલાતા ગયા હતા.
આ અંગે ફરિયાદી વિશાલ રાયચુરાએ જણાવ્યું હતું કે તે અને તેના ભાગીદારો – સુનિલ પૂજારા અને હિરલ ભટ્ટ – કુંવરજી ભીમાણી અને મનોજ અડોદરિયા પાસેથી 371 ચોરસ મીટરની બિનખેતી જમીન ખરીદી હતી. આ પ્લોટના મૂળ માલિક નિર્મલા દેસાઈ હતા, જેમણે માર્ચ 1996માં જ્યોત્સના રામાણીને જમીન વેચી દીધી હતી. હવે બીજી બાજુ જોઈએ તો જ્યોત્સનાએ આ મિલકત 2007માં નર્મદા નડિયાપરાને વેચી દીધી હતી. હવે સમય પસાર થયો અને વર્ષ 2010મા નાગજી મોલિયાને તેણે આ મિલકત વેચી હતી. મોલિયાએ આ મિલકત તે જ વર્ષે કુંવરજી ભીમાણીને વેચી હતી અને ભીમાણી પાસેથી ફરિયાદી રાયચુરાએ માર્ચ 2020માં આ મિલકત ખરીદી હતી.
હવે આ બાબતે રાયચુરા ચક્કર ખાઈ ગયો હતો તેથી તેણે ગોપાલ, અમીન બુચ અને મનોજ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. તેમના વિરૂદ્ધ IPC સેક્શન 465, 467, 468 અને 471 અંતર્ગત પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રાયચુરાને થોડા મહિના પહેલા ખબર પડી હતી કે આ જમીન માર્કેટમાં વેચાણ માટે છે. જ્યારે તેણે બ્રોકરનો સંપર્ક કર્યો ત્યારે તેને ખબર પડી કે પ્રોપર્ટી વેચાણ માટે છે, પરંતુ પ્રોબેટના આધારે (કોર્ટની સીલ હેઠળ વસિયતની પ્રમાણિત નકલ).