અમદાવાદ
અમદાવાદ પાસે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોવાની સાથો સાથે ભારતનાં અન્ય શહેરોની જીમ ક્રિકેટ પ્રત્યેનું જનૂન અને પ્રેમ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે યુવા ખેલાડીઓને રમતમાં આગળ વધવા પ્રેરિત કરે છે અને અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી પણ રમતને આગળ વધારવામાં અગ્રેસર રહી છે. હવે બોય્ઝ અને ગર્લ્સ ટીમના ક્રિકેટર્સ સતત શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યાં છે.
તમામ સુવિધાઓથી સજ્જ શાંતિગ્રામ સ્પોર્ટ્સ એકેડમી ખાતે મદન ઝા, રાજદીપ વાઘેલા અને અનમોલ જીરોદે સહિતનાં માર્ગદર્શન હેઠળ 15 વર્ષીય ઓપનિંગ બેટર આર્યમાન જયસ્વાલ અદાણી સ્પોર્ટ્સ લાઈન એકેડમીમાં તાલિમ મેળવતા જૂનમાં જાહેર થનાર રાજ્યની અંડર-16 ટીમની જાહેરાત થવાની રાહ જોઈ રહ્યો છે.
આર્યમાને ફેબ્રુઆરીમાં શ્યામ અંડર-16 ક્રિકેટ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી 141 રન ફટકાર્યા હતા. તેણે શ્રેષ્ઠ બેટર અને મેન ઓફ ધ સિરીઝનાં એવોર્ડ પણ જીત્યા હતા. તેણે અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં વિજેતા બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, તેણે લક્ષ્ય ક્રિકેટ એકેડમી-XI સામે 185 રન ફટકાર્યા હતા. તેણે રિલાયન્સ અંડર-16 ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 4 ઈનિંગ્સમાં 90 રન ફટકાર્યા હતા. જેના કારણે તેનું સિલેક્શન ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ટીમમાં થયું હતું.
2021માં અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીમાં જોડાનાર આર્યમાને કહ્યું કે,”અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીએ મને ઘણી મદદ કરી છે. અહીં ટોચનાં સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, નેટ પ્રેક્ટિસ માટે ટર્ફ વિકેટ છે. મેચ પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ છે, જ્યારે બોલિંગ મશીન જેવા સંશાધનો છે. અમે મદન સર અને રાજદીપ સર જેવા કોચ સાથે રમતના સુધાર પર કામ કરતા રહીએ છીએ. મારું અંડર-16માં સિલેક્શન તેમનાં માર્ગદર્શન હેઠળ જ થયું.”
કરિશ્મા પરમારને તેની આકરી મહેનત ફળી અને તેને અમદાવાદ અંડર-23 ટીમનાં કેમ્પમાં સ્થાન મળ્યું. તે સ્ટેટ ટીમનાં સંભવિતોમાં સ્થાન ધરાવે છે. 21 વર્ષીય મીડિય પેસર સુરતમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ તાલિમ મેળવે છે. તે અગાઉ સ્ટેટ અંડર-19 ટીમનો ભાગ હતી. તે નોકરી અને અભ્યાસ સાથે પોતાની ટ્રેનિંગ વચ્ચે એકેડમીની મદદથી સંતુલન જાળવવામાં સફળ રહી છે.
કરિશ્માએ કહ્યું કે,”અનમોલ સર, મદન સર અને અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી ઘણી મદદરૂપ રહી છે. સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડવાળા પરિવારમાંથી (મારી માતા પૂર્વ કબડ્ડી ખેલાડી રહી છે) આવતી હોવાને કારણે મને પરિવાર તરફથી સ્પોર્ટ્સ મામલે સતત સમર્થન મળતું રહ્યું છે. મને કોચ પાસેથી માર્ગદર્શન અને સપોર્ટ મળતા મારી રમતમાં સુધાર થયો છે, મને વિશ્વાસ છે કે- હું એવું પ્રદર્શન કરીશ કે તમામને મારી પર ગર્વ થશે.”
અદાણી ક્રિકેટ એકેડમીનાં વિદ્યાર્થીઓની સફળતા મુદ્દે વાત કરતા અદાણી સ્પોર્ટ્સલાઈનનાં ચીફ બિઝનેસ ઓફિસર સંજય અદેસરાએ કહ્યું કે,”ભારત અને ક્રિકેટ એકબીજાનાં હાથમાં હાથ નાખી આગળ વધી રહ્યાં છે. દેશમાં ઘણી ક્રિકેટ લીગનો ઉદય થયો છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે અમારી એકેડમીના વિદ્યાર્થીઓ મહેનત કરી પોતાની સ્કિલ્સ સાથે ઉચ્ચે સ્તરે પહોંચે. મને કરિશ્મા અને આર્યમાન પર ગર્વ છે કે, તેઓ પોતાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છે અને પોતાના સાથી ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યાં છે જ્યાં તેઓ પોતાના સાબિત કરી શકે.”