બિઝનેસ પ્રપોઝિશનનો પ્રિવ્યૂ રજૂ કર્યો અને દર્શાવ્યો જે રોકાણકારોને શિક્ષણ અને જોડાણ માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે
મુંબઈ
જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (JFSL) [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક* [NYSE: BLK] વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (JioBlackRock Asset Management) એક્સક્લુઝિવ અર્લી એક્સેસ પહેલ ઉપરાંત તેની વેબસાઇટના લોન્ચિંગ અને તેની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમની નિયુક્તિની જાહેરાત કરી છે.

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની લીડરશિપ ટીમ એસેટ મેનેજમેન્ટનો અનુભવ, ડિજિટલ ઇનોવેશન અને ગ્રાહક કેન્દ્રિત પ્રોડક્ટ ડિઝાઇનને સાથે લાવે છે. સાથે મળીને ટીમ ભારતમાં રોકાણને વધુ સુલભ અને લાખો લોકો માટે કિફાયતી બનાવીને તેમાં પરિવર્તન લાવવાના જિયોબ્લેકરૉકના મિશનને પૂરું કરવા માટે તૈયાર છે.
ટીમ વિશે વધુ વિગતો મેળવવા માટે, કૃપા કરીને આ લિંક પર ક્લિક કરોઃ
https://www.jioblackrockamc.com/about
જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સિડ સ્વામીનાથને જણાવ્યું હતું કે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ માટે આ સીમાચિહ્નરૂપ ક્ષણ છે. લીડરશિપ ટીમ સ્પર્ધાત્મક અને પારદર્શક કિંમતે નવીનતમ પ્રોડક્ટ્સની અમારી વેલ્યુ પ્રપોઝિશન પર ખૂબ જ મહેનત કરી રહી છે. આગામી મહિનાઓમાં જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ ડેટા આધારિત ઇન્વેસ્ટિંગમાં બ્લેકરૉકની ઉદ્યોગ અગ્રણી ક્ષમતાઓ લાગુ કરે તેવી પ્રોડક્ટ્સ સહિતની વિવિધ શ્રેણીની ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા ધારે છે.
જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ તેની વેબસાઇટ પર અર્લી એક્સેસ પહેલની જાહેરાત કરતા પણ આનંદ અનુભવે છે.
આ પહેલ હેઠળ લોકોને જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની ડિજિટલ ફર્સ્ટ ઓફરિંગમાં પોતાનો રસ વ્યક્ત કરવા માટે રજિસ્ટ્રેશન કરવા આમંત્રિત કરવામાં આવે છે. ભાગ લેનારાઓને કંપનીની વેલ્યુ પ્રપોઝિશનન પ્રિવ્યૂ મળશે અને તેઓ તેના એજ્યુકેશન કન્ટેન્ટ સાથે જોડાઈ શકશે. સાઇન અપ કરવા પર તેઓ ઇન્વેસ્ટિંગ અને અન્ય કામગીરીઓની પાયાની બાબતો આવરી લેતા મટિરિયલ્સનો લાભ લઈ શકશે જેનાથી તેઓ એક વખત ઓફરિંગ લોન્ચ થાય પછી તેમાં રોકાણ કરી શકશે. તે લોકોને માહિતગાર રોકાણ પસંદગીઓ કરવા માટેના જ્ઞાનથી સશક્ત કરે છે.
