બજેટમાં વિકસિત અમદાવાદ- 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્સ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યૂલર ઈકોનોમી તથા લિવેબલ અને હેપ્પી સિટી એેમ 5 મુદ્દાઓને આવરી લેવાયા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 5 પોઈન્ટ પર આધારિત હતું.
આ ડ્રાફ્ટ બજેટમાં વિકસિત અમદાવાદ- 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્સ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યૂલર ઈકોનોમી તથા લિવેબલ અને હેપ્પી સિટી એેમ 5 મુદ્દાઓને આવરી લેવાયા છે અને તેના પર જ ફોકસ કરવાનું લક્ષ્ય રખાયું છે.
બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો
1. આ ડ્રાફ્ટ બજેટ અનુસાર સાબરમતી રિવર ફ્રન્ટ ફેઝ-3ના નિર્માણ વખતે ઈન્દિરા બ્રિજથી લઈને નર્મદા મુખ્ય કેનાલ સુધીના વિસ્તારને ઈન્ટરનેશનલ લેવલ પર ડેવલપ કરવાની યોજના છે.
2. એએમસી દ્વારા કુલ ઊર્જા જરૂરિયાતના 50 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રખાયું છે. તેની સાથે જ વિન્ડ પવાર વેસ્ટ ટુ એનર્જી અને એનર્જી સેવિંગ કરી કાર્બન એમિશનમાં ઘટાડો કરવામાં આવશે.
3. ડ્રાફ્ટ બજેટમાં પાણીને લઈને પણ મહત્ત્વપૂર્ણ જોગવાઈ છે. ડ્રાફ્ટ અનુસાર પાણીના સપ્લાય તથા વેસ્ટ વૉટર મેનેજમેન્ટના ભાગરૂપે વરસાદના પાણીનું સંગ્રહ કરવા 50 જેટલાં તળાવોની ઈન્ટરલિન્કિંગ સ્ટ્રોમ વૉટરની કામગીરી હાથ ધરાશે.
4. 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી અમદાવાદ માટે સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવાશે. જે હેઠળ રોડ, સુએજ, ટ્રાફિક તથા પાર્કિંગ સહિતની પાયાની સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવાનો પણ ડ્રાફ્ટ બજેટમાં ઉલ્લેખ છે.
5. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ડ્રાફ્ટ બજેટમાં શહેરને 2036ના ઓલિમ્પિક ગેમ્સ આયોજનને ધ્યાનમાં રાખી નેટ ઝીરો સિટી બનાવવા પર ફોકસ કરાશે.