Skip to content
Samachar Viswa

Samachar Viswa

  • World
  • National
  • State
  • Jobs
  • Entertainment
  • Business
  • Sports
  • Lifestyle
  • Religion
  • Astrology
    • Terro
    • Numerology
    • Special
    • Architectural
    • feng shui
    • Crystal
    • Hilling
  • Yoga
  • Videos
Newsletter
Random News
  • Home
  • એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘સ્વદેશ કરંટ એકાઉન્ટ’ લોન્ચ કર્યા
  • बिजनेस

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘સ્વદેશ કરંટ એકાઉન્ટ’ લોન્ચ કર્યા

AdminJanuary 11, 2024January 11, 202401 mins
Spread the love

– એયુ સ્વદેશ સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને ડિજિટલ સમાવેશને આગળ વધારવા માટે AU0101 દ્વારા ડેબિટ કાર્ડ ખર્ચ, બિલ ચૂકવણી, ઇંધણ ખર્ચ અને રિચાર્જ પર 5% કેશબેકની સુવિધા પૂરી પાડે છે

– એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ બિઝનેસ સાયકલની સિઝનાલિટીને ધ્યાનમાં લેતા બેલેન્સ મેઇન્ટેનન્સ અને માસિક વ્યવહારોના સંદર્ભમાં સંપૂર્ણ સુગમતા પ્રદાન કરે છે

મુંબઈ

 ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સ્વદેશ શાખાઓમાં ગ્રાહકો માટે વિશિષ્ટ રીતે રચાયેલ બે વિશિષ્ટ એકાઉન્ટ્સ લોન્ચ કરતા ખુશી અનુભવે છે. ‘એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ’ નામની આ બે વિશેષ પ્રોડક્ટ્સ દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વર્ગના ગ્રાહકોને નવીન, ગ્રાહક કેન્દ્રિત, બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા તથા ટેકનોલોજી અને ડિજિટલ બેન્કિંગના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના સમર્પણને દર્શાવે છે.

એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ ઊંચા વ્યાજદરો ઉપરાંત બેંકના વ્યવહારોને ગ્રાહકો માટે  સરળ બનાવવા પર જ નહીં પરંતુ તે તેમના માટે લાભદાયી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ડિજિટલ સમાવેશને આગળ વધારવા માટે AU0101 દ્વારા ડેબિટ કાર્ડ ખર્ચ (ઇંધણ ખર્ચ સહિત), બિલ ચૂકવણી અને રિચાર્જ પર 5% કેશબેક ઓફર કરે છે. રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ દ્વારા સંચાલિત, તે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે, રૂ. 2 લાખનો પર્સનલ એક્સિડેન્ટ તથા રૂ. 5 લાખનો એર એક્સિડેન્ટ કવર પૂરું પાડે છે, સાથે કોમ્પ્લીમેન્ટ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ પણ આપે છે. આ સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં બેલેન્સ જાળવવા માટે સુગમતા પણ પ્રદાન કરે છે. તેઓ સેવિંગ્સ એકાઉન્ટમાં સરેરાશ ત્રિમાસિક બેલેન્સ (એક્યુબી) રૂ. 10,000 જાળવી શકે છે અથવા રૂ. 1 લાખની ફિક્સ ડિપોઝીટ પસંદ કરી શકે છે.

ગ્રામીણ પ્રદેશોમાં કરંટ એકાઉન્ટ્સ માટે, એક સામાન્ય પડકાર ઊભો થાય છે જ્યાં બિઝનેસ મોસમ આધારિત હોય છે, વધુને વધુ શ્રમનો સમયગાળો હોય છે, વધુ રોકડ વ્યવહારો અને ત્યારબાદ સુસ્તીનો સમયગાળો આવે છે જેના લીધે વારંવાર મિનિમમ બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પડે છે, જેનાથી ચાર્જીસ લાગુ થાય છે અને વિસંગતતા ઊભી થાય છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આ પ્રકારના આર્થિક વ્યવહારોની પેટર્ન અને સેગમેન્ટ-સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ તૈયાર કરીને આ મુદ્દાને ઉકેલવા માટે એક નક્કર પ્રયાસ કર્યો છે. આ કરંટ એકાઉન્ટ કોઈપણ ફરજિયાત મિનિમમ બેલેન્સની જરૂરિયાત વિના, ડેબિટ કાર્ડ ખર્ચ અને ડિજિટલ વ્યવહારો પર માસિક કેશબેક સાથે, બેલેન્સ મેઇન્ટેનન્સ અને માસિક વ્યવહારોના સંદર્ભમાં ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે.

એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ અગાઉના મહિનાના જાળવવામાં આવેલા એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) કરતાં 15 ગણી રોકડ ડિપોઝિટ મર્યાદા પણ પ્રદાન કરે છે, જેમાં અન્ય સુવિધાઓ જેવી કે દર મહિને 150 મફત ચેક લીવ્સ, સીમલેસ પેમેન્ટ્સ અને 20થી વધુ ફ્રી બેન્કિંગ સેવાઓ. આ એકાઉન્ટ સાથે વિઝા પ્લેટિનમ બિઝનેસ ડેબિટ કાર્ડ મળે છે, જે હાઇ ટ્રાન્ઝેક્શન લિમિટ, પરચેઝ પ્રોટેક્શન, ઉચ્ચ ઇન્શ્યોરન્સ કવરેજ અને સમગ્ર ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સમાં વિશિષ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે. 

સ્વદેશ સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સની રજૂઆત પર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, “અમારા મૂલ્યવાન સ્વદેશ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે અનન્ય રીતે રચાયેલ એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ અને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. આ એકાઉન્ટ્સ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સુલભ બેન્કિંગ સોલ્યુશન્સ ઓફર કરીને નાણાંકીય અને ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમારું માનવું છે કે આ ઓફરિંગ અમારા ગ્રાહકોને સશક્ત બનાવશે અને તેમના બેન્કિંગ અનુભવને વધુ ઊંચાઈ પર લઈ જશે.”

શ્રી ટિબ્રેવાલે વધુમાં ઉમેર્યું હતું કે, “એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ અને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ બનાવતી વખતે, અમારું પ્રાથમિક ધ્યેય ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કિંગ ગ્રાહકોને સશક્ત બનાવવાનું હતું. બંને વિશિષ્ટ એકાઉન્ટ્સ ગ્રાહકોને એવા ક્ષેત્રોમાં પૂરતી સુગમતા પૂરી પાડે છે જ્યાં નાણાંકીય સંસાધનો મોસમ પ્રમાણે બદલાઈ શકે છે, તેમને તેમના ફંડનું અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. આનાથી બેન્કિંગ ગ્રાહકો પરની બેલેન્સની કડક શરતોનો બોજ તો દૂર થાય છે, સાથેસાથે તેમને બેન્કિંગ ઇકોસિસ્ટમમાં વધુ સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરે છે.”

સપ્ટેમ્બર 2023માં, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોની વ્યાપક જાણકારી અને નાણાંકીય સમાવેશકતા તથા ભારતના ખેડૂતો, સ્વ-રોજગારી ધરાવતા લોકો તેમજ સૂક્ષ્મ સાહસો માટે તેના વ્યાપક 360-ડિગ્રી સોલ્યુશન્સનો ઉપયોગ કરવા વ્યૂહાત્મક રીતે સ્વદેશ બેન્કિંગ વર્ટિકલની સ્થાપના કરી હતી. તેને સાર્થક કરવા  માટે, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે તેની ગ્રામીણ શાખાઓ, બેન્કિંગ આઉટલેટ્સ, બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ્સ, નાણાંકીય અને ડિજિટલ સમાવેશ એકમ, અને નાના અને સીમાંત ખેડૂત (એસએમએફ) ધિરાણ એકમોને એકીકૃત છત્ર અને નેતૃત્વ હેઠળ એકીકૃત કર્યા છે, જેનો હેતુ બેંકના ગ્રાહકોના સમગ્ર લાભને વધારવાનો છે.

Tagged: AU Small Finance Bank launches Swadesh Savings Account

Post navigation

Previous: આંકડા શું કહે છે? LALIGA EA SPORTS સિઝનના પહેલા ભાગમાં ટોચના પાંચ આરબ અને આફ્રિકન ખેલાડીઓ
Next: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પતંગ સુશોભન સ્પર્ધા યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

ગોપાલ સ્નેક્સ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025, ગુજરાત ટુરીઝમ સાથે સ્નેક પાર્ટનર તરીકે જોડાઈ

AdminNovember 4, 2025November 4, 2025 0

ભારતની એઆઇ ક્રાંતિને વેગ આપવા રિલાયન્સ અને ગૂગલ વચ્ચે કન્ઝ્યુમર્સ અને એન્ટરપ્રાઇઝીસમાં ભાગીદારી

AdminOctober 31, 2025October 31, 2025 0

Latest News

  • ઈન્દોર ખાતે નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે એ બ્રોન્ઝ જીત્યો
  • મહિલા વન-ડે રેન્કિંગમાં મંધાનાના દ.આફ્રિકાની વોલ્વાર્ડટની પાછળ બીજા સ્થાને; જેમીમા ટોપ-10માં
  • રવિચંદ્રન અશ્વિન ઘૂંટણની ઈજાને લીધે ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગમાં નહીં રમે
  • ટોચની બે ક્રમાંકિત ખેલાડી આશી અને અહાના દાસ હારતા મેજર અપસેટ સર્જાયા
  • ગોપાલ સ્નેક્સ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025, ગુજરાત ટુરીઝમ સાથે સ્નેક પાર્ટનર તરીકે જોડાઈ
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023

Categories Wise News

  • Uncategorized
  • Videos
  • क्रिस्टल
  • खेल
  • जॉब्स
  • ज्योतिष
  • टेरो
  • दुनिया
  • धर्म
  • न्यूमरोलोजी
  • बिजनेस
  • मनोरंजन
  • योग
  • राज्य
  • राष्ट्रीय
  • लाइफस्टाइल
  • स्पेशल
  • हिलिंग
  • होम
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2025. Powered By BlazeThemes.