મુંબઈ
ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ડાયનેમિક બેન્કેશ્યોરન્સ જોડાણ માટે ભારતની પ્રતિષ્ઠિત ‘એ’ ક્લાસ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કર્ણાટક બેંક લિમિટેડ સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. આ જોડાણનો ઉદ્દેશ કર્ણાટક બેંકના વિવિધ ક્લાયન્ટ્સને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વ્યાપક ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોની એક્સેસ પૂરી પાડવા અને આ રીતે સમગ્ર ભારતમાં પ્રસાર વધારીને તથા નાણાંકીય સુરક્ષા પુનઃ મજબૂત બનાવવાનો છે.
કર્ણાટક બેંકના વિસ્તરતા નેટવર્ક અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નવીન, ઝડપી અને ડિજિટલ સોલ્યુશન્સ સાથે, આ ભાગીદારી બેંકની ઓફરોને નોંધપાત્ર રીતે વધારવાનો પ્રયાસ કરે છે. ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણી હવે કર્ણાટક બેંકની 915 શાખાઓમાં સુલભ હશે, જે દેશભરમાં 13 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચશે. આ ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સનો ઉદ્દેશ્ય લાંબા ગાળાની નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે, જે નવીનતા અને વિશ્વસનીયતા દ્વારા શ્રેષ્ઠતા માટે બંને સંસ્થાઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બેંક અને ઇન્શ્યોરન્સ કંપની બંનેને આ વ્યવસ્થાનો લાભ મળશે. બેંક ઇન્શ્યોરન્સ કંપની પાસેથી કમિશન મેળવે છે જ્યારે ઇન્શ્યોરન્સ કંપનીને બેંકના વિતરણ નેટવર્કમાંથી ફાયદો થાય છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઇરડા) એ 2022માં દેશમાં ઇન્શ્યોરન્સનો વ્યાપ વધારવા અને 2047 સુધીમાં (જ્યારે દેશ તેની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિની ઊજવણી કરશે) ‘સૌના માટે ઇન્શ્યોરન્સ’ના લાંબા ગાળાના ધ્યેયને હાંસલ કરવાના તેના વ્યાપક પ્રયાસના ભાગરૂપે ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે બેન્કેશ્યોરન્સ ચેનલને વ્યાપકપણે ખોલી હતી.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે, “અમને અમારા વિશિષ્ટ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સને વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવા માટે કર્ણાટક બેંક સાથે ભાગીદારી કરતા આનંદ થાય છે. આ સહયોગ વિવિધ પ્રકારની ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ્સ પૂરી પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારી ટેક-સક્ષમ સેવાઓ દ્વારા, અમે કર્ણાટક બેંકના ગ્રાહકોને તેમના સ્વાસ્થ્ય અને એસેટ્સ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ, જે સતત બદલાતી દુનિયામાં માનસિક શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.”
આ પ્રસંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શેખર રાવે જણાવ્યું હતું કે “અમે અમારા ગ્રાહકોને સરળતાથી અને પસંદગી સાથે ફાઇનાન્શિયલ અને બેંકિંગ અનુભવ સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે અમારો સહયોગ આ પ્રતિબદ્ધતા દર્શાવે છે અને શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારા પ્રયાસોનો પુનરોચ્ચાર કરે છે. આ ઉપરાંત બેંક ડિજિટલ ઇન્શ્યોરન્સ પહેલ પણ આદરી રહી છે જે બેંકના ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી તેમની ઇન્શ્યોરન્સ પોલિસીને સરળતાથી એક્સેસ કરવા તથા મેનેજ કરવા માટે સશક્ત બનાવશે. આમાં ઓનલાઇન પોલિસી ખરીદવી, રિયલ-ટાઇમ ક્લેઇમ્સ પ્રોસેસિંગ અને પર્સનલાઇઝ્ડ ઇન્શ્યોરન્સ એડવાઇઝરી સર્વિસીઝનો સમાવેશ થાય છે જેનાથી ઝંઝટમુક્ત અનુભવ મળશે.”