- ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગના, પશ્ચિમ બંગાલ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના 9 રાજ્યોમાં પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજવામાં આવી હતી
ગુરુગ્રામ
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ (એચએમઆઇએલ) એ તેના ડીલર નેટવર્ક પર ભારતના નવ રાજ્યોમાં આઇટીઆઇસ અને પોલિટેકનિક સંસ્થાઓના 403 વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકની જાહેરાત કરી છે. એચએમઆઇએલ એ આઇટીઆઇસ અને પોલિટેકનિક સંસ્થાઓમાં વિશેષ કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ ઓફર કરે છે તથા વિદ્યાર્થીઓને તેના ડીલરોના વિશાળ નેટવર્કમાં રોજગારીની તકો મેળવવામાં મદદ કરે છે. તાજેતરમાં જ ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
હ્યુન્ડાઈના ‘પ્રોગ્રેસ ફોર હ્યુમાનિટી’ના વૈશ્વિક વિઝન માટે પ્રતિબદ્ધ એવા, એચઆઇએમએલનો ઉદ્દેશ જીવનને સમૃદ્ધ બનાવવા અને ભારતના યુવાનોના સપનાઓને સમર્થ બનાવીનેવધુ સારા ભારતનું નિર્માણ કરવાનું છે. આ પહેલ દ્વારા, એચએમઆઇએલ વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ-તૈયાર એવા કૌશલ્ય વિકાસ, નવીનતમ ટેકનોલોજી સાથે નોકરી પરની તાલીમ અને અભ્યાસક્રમ પૂર્ણ થતા રોજગારની તક સુનિશ્ચિત કરવા માટે એક ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે.
ગ્રેજ્યુએશન ડે ઉજવણી અંગે જણાવતા, શ્રી તરુણ ગર્ગ, પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઓઓ- એચએમઆઇએલ, કહે છે, “ભારત માટે એચએમઆઇએલ પ્રતિબદ્ધ છે અને અમે ભારત સરકારની ‘સ્કિલ ઇન્ડિયા’ પહેલને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. તાજેતરનો કાર્યક્રમ સુનિશ્ચિત કરે છે કે, વિદ્યાર્થીઓને નવીનતમ ટેકનોલોજીમાં તાલીમ આપવામાં આવે છે અને તેમની નોકરીના પ્રથમ દિવસથી કામ શરૂ કરવા માટે તૈયાર રહે છે. એચએમઆઇએલ દેશભરમાં વધુ યુવાનોને તાલિમ આપવાની યોજના ધરાવે છે, જેથી તેઓને સન્માનજનક આજીવિકા મેળવવામાં મદદ મળી શકે છે.”
એચએમઆઇએલ એ 76 સરકારી આઇટીઆઇ અને પોલિટેકનિક જોડાણ કર્યું છે. કાર્યક્રમના ભાગરૂપે, એચએમઆઇએલની સીએસઆર શાખા હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા ફાઉન્ડેશન (એચએમઆઇએફ) એ વિદ્યાર્થીઓને જરૂરી સંસાધનો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બીજું ઘણું બધું પ્રાપ્ત થાય છે, તે સુનિશ્ચિત કરવા સંસ્થાઓની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે જોડાણ સુવિધાઓને સુધારવામાં રોકાણ કર્યુ છે, તેના માટે નવીનતમ ટેકનોલોજીના સંપર્કની જરૂર છે. વધુમાં, તેમના કૌશલ્યને વધારવાના ઉદ્દેશ સાથે, એચએમઆઇએલ વિદ્યાર્થીઓને નોકરી પરની તાલિમની સાથે ઓટોમોટિવ ઉદ્યોગ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીમાં નવિનતમ પ્રગતિ પર અભ્યાસની સામગ્રી પ્રદાન કરે છે.