અમારી સરકારે યુએસમાં કેન્સરને લગભગ ખતમ કરી દીધું

Spread the love

બાઈડને આ પહેલા 2020ના પ્રચાર અભિયાનમાં પણ કેન્સરની સારવાર કરાવાનો દાવો કર્યો હતો અને તેને પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવ્યો હતો


વોશિંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યુ છે કે, અમારી સરકારે અમેરિકામાં કેન્સરને લગભગ ખતમ કરી નાંખ્યુ છે.
વ્હાઈટ હાઉસમાં માનિસક સ્વાસ્થ્ય પરના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતા તેમણે કહ્યુ હતુ કે, એક બાબત મને હંમેશા પૂછવામાં આવે છે કે, અમેરિકનોએ થોડા સમય માટે પોતાના પરનો વિશ્વાસ કેમ ગુમાવી દીધો છે..તમે આ માટે જો કશું કરી શકો તો શું કરશો…જેના જવાબમાં મેં કહ્યુ હતુ કે, હું કેન્સરનો ઈલાજ કરીશ…મને ફરી સવાલ કરવામાં આવ્યો હતો કે, કેન્સરની જ સારવાર કેમ…કારણકે કોઈ વિચારી શકતુ નથી કે આપણે કેન્સર સામે લડી શકીએ છે…પણ આપણે આ કરી બતાવ્યુ છે.આપણે બધા જાણીએ છે કે, આપણે કેન્સરને ખતમ કરી નાંખ્યુ છે.
બાઈડને આ પહેલા 2020ના પ્રચાર અભિયાનમાં પણ કેન્સરની સારવાર કરાવાનો દાવો કર્યો હતો અને તેને પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવ્યો હતો.બાઈડનની કેન્સરની બીમારીને ખતમ કરવાની પહેલ પોતાના પુત્ર બ્યૂની 2015માં કેન્સરથી થયેલા મોતથી સરુ થઈ હતી.બાઈડને ઓબામ સરકારમાં કેન્સર મૂનશોટ કાર્યક્રમનુ નેતૃત્વ પણ કર્યુહ તુ.
બાઈડને આગામી 25 વર્ષોમાં કેન્સરથી થતા મોતમાં 50 ટકા ઘટાડો કરવાના લક્ષ્ય સાથે 2022માં ફરી આ કાર્યક્રમ શરુ કર્યો હતો .હવે બાઈડને એવો દાવો કર્યો છે કે, અમેરિકામાંથી કેન્સરની બીમારી ખતમ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *