વીજળ ગૂલ થતાં નાસાના કંટ્રોલ રૂમનો સ્પેશ સ્ટેશન સાથેનો સંપર્ક કપાયો

Spread the love

કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાતચીત થઈ શકી નહોતી, સ્ટેશન પર કે અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ ખતરો સર્જાયો નહોતો


વોશિંગ્ટન
અમેરિકન સ્પેસ એજન્સી નાસામાં વીજળી ગુલ થઈ જતા મંગળવારે કંટ્રોલ રુમ તેમજ અવકાશમાં સ્થપાયેલા સ્પેશ સ્ટેશન વચ્ચે થોડા સમય માટે સંપર્ક કપાઈ ગયો હતો.જેના કારણે કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાતચીત થઈ શકી નહોતી.
મળતી વિગતો પ્રમાણે નાસાના હ્યુસ્ટન શહેરમાં આવેલા જોનસન સ્પેસ સેન્ટરની ઈમારતમાં અપગ્રેડની કામગીરી દરમિયાન વીજ પૂરવરઠો ખોરવાયો હતો.જોકે તેનાથી સ્ટેશન પર કે અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ ખતરો સર્જાયો નહોતો.90 મિનિટની અંદર નાસાની બેક અપ સિસ્ટમે મોરચો સંભાળી લીધો હતો.
વીજળી ગુલ થયા બાદ 20 મિનિટમાં સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓને રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમની મદદથી આ બાબતે જાણકારી આપી દીધી હતી.નાસાને બેક અપ સિસ્ટમ કાર્યરત કરવી પડી હોય તેવુ બહેલી વખત બન્યુ છે.
ઉલ્લેખનીય છે કે, કુદરતી આપદા કે બીજી કોઈ કટોકટીને પહોંચી વળવા માટે નાસાએ હ્યુસ્ટનથી દુર એક બેક અપ સેન્ટર સ્થાપ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *