સોમેટ જ્યોર્જ પાર્ક ખાતે ઓપનિંગની ભાગીદારી સૌથી વધુ 130 રનની રહી
સેન્ટ જ્યોર્જ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ સેંટ જ્યોર્જ પાર્કમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને 8 વિકેટથી હરાવી સિરીઝમાં 1-1ની સરસાઈ મેળવી લીધી છે.ભારતથી મળેલા 212 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા તરફહતી ટોની ડી જ્યોર્જીએ 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ આ મેચમાં જીત સાથે ઘણાં રેકોર્ડ પણ બનાવ્યા હતા.
ભારત સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે 7માંથી 6 વનડે મેચ હાર્યું હતું. આ મેદાન પર ભારતીય ટીમની અત્યાર સુધી એકમાત્ર વનડે જીત વર્ષ 2018માં સાઉથ આફ્રિકા સામે હતી.
સેન્ટ જ્યોર્જ પાર્કમાં રન ચેઝ કરતી વખતે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
121* – જેક્સ કાલિસ વિ. વેસ્ટ ઈન્ડિઝ, 2008
119* – ટોની ડી જ્યોર્જી વિ. ભારત, 2023 *
115* – માર્ક વો વિ. સાઉથ આફ્રિકા, 1997
105 – ગ્રીમ સ્મિથ વિ. ઈંગ્લેન્ડ, 2005
સેન્ટ જ્યોર્જ પાર્કમાં સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારી
130 – ટોની ડી જ્યોર્જી અને રીઝા હેન્ડ્રીક્સ વિ. ભારત, 2023*
129 – એમ ક્લાર્ક અને બી હેડિન વિ. સાઉથ આફ્રિકા, 2009
121 – કે ઓટિનો અને આર શાહ વિ. ભારત, 2001