નંબરો જાહેર કરવાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર કર્યા નથી, જેનાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડ પરના સીલબંધ પરબિડીયાઓને પરત કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.
https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-5&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1768515761549562149&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2F65f3bdea07c44705805a5a00&sessionId=c4cbfb148fdac33e3c4dee57c0d54aee239bf1ad&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે એસબીઆઈને બોન્ડની વિગતો 12 માર્ચે ચૂંટણી પંચને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આદેશ આપતા કહ્યું હતું કે ઈસીઆઈ દ્વારા કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા નિવેદનોની નકલો ચૂંટણી પંચની ઓફિસમાં રાખવામાં આવે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 15મી ફેબ્રુઆરીએ કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચૂંટણી બોન્ડની સ્કીમની એકમાત્ર નાણાકીય સંસ્થા એસબીઆઈ બેંકને 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધીમાં 6 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની ખરીદી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.