Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

રિલાયન્સ ફાઉન્ડેશન સમર્થિત એથ્લેટ્સે એશિયન ગેમ્સ 2022માં 12 મેડલ મેળવ્યા

Spread the love

લવલિના બોર્ગોહેન અને કિશોર કુમાર જેનાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્થાન મેળવ્યુંજ્યારે અન્યોએ કોન્ટીનેન્ટલ મલ્ટીસ્પોર્ટ ઇવેન્ટમાં મોટી જીત મેળવી

મુંબઈ

 ભારત એશિયન ગેમ્સના મેડલ ટેબલમાં 107 મેડલ સાથે ચોથા સ્થાને છે. આ રેકોર્ડ મેડલ ટેલીમાંથી, 12 મેડલ રિલાયન્સ ફાઉન્ડેશન-સમર્થિત એથ્લેટ્સ દ્વારા જીતવામાં આવ્યા હતા, જેમણે દેશની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. #LehraDoTeamIndia.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કોન્ટિનેંટલ ઈવેન્ટમાં ભારતની વિશાળ સફળતા અંગે ટિપ્પણી કરી. “એશિયન ગેમ્સમાં આપણા દેશને ગૌરવ અપાવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન! તમારા દ્વારા મેળવવામાં આવેલા 100થી વધુ મેડલ ભારતના યુવાનોની શક્તિનું ઝળહળતું ઉદાહરણ છે.”

શ્રીમતી અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રમતવીરોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. “અમે ગેમ્સમાં 12 મેડલ જીતવા બદલ અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ્સ પર પણ ગર્વ અનુભવીએ છીએ. કિશોર જેના, જ્યોતિ યારાજી, પલક ગુલિયા અને બીજા ઘણાં રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશેષ અભિનંદન. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે અમારા યુવા એથ્લેટ્સને સહાયરૂપ બનવા અને રમતગમતમાં પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”  (Download and watch the video here. Courtesy Reliance Foundation)

લવલીના બોર્ગોહેન અને કિશોર જેનાએ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવીઃ-

– બોક્સિંગમાં ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા, લવલિના બોર્ગોહેને મહિલા 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો, તેણે 2024 માં પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલના મુકાબલામાં પહોંચનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની હતી.

– ભાલા ફેંકની રમતમાં કિશોર જેનાના 87.54 મીટરના થ્રો એ તેમને સિલ્વર મેડલ અપાવ્યો, નીરજ ચોપરા પછી ભારતના બીજા-શ્રેષ્ઠ ભાલા ફેંકનાર તરીકે તેમનું સ્થાન મજબૂત કર્યું. ઉલ્લેખનીય છે કે, જેનાએ 2023માં સાત વખત તેનો વ્યક્તિગત પ્રદર્શનમાં સુધારો કર્યો છે. આ વર્ષ પહેલા તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો 78.05 મીટર હતો.

પલક ગુલિયા, 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા: યુવા શુટર પલક ગુલિયાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ અને 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમના ભાગરૂપે સિલ્વર મેડલ મેળવીને ઐતિહાસિક રીતે બેવડી સિધ્ધી મેળવી હતી. તે આ એડિશનમાં મેડલ મેળવનારી સૌથી યુવા ભારતીય શૂટર બની હતી અને 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

આરએફ એથ્લેટ્સે ટ્રેક પર છવાયા – 10,000 મીટરની સ્પર્ધામાં મેડલ માટે ભારતની 25 વર્ષની આતુરતાનો અંત આવ્યો: ભારતે આ એશિયાડમાં એથ્લેટિક્સ ઇવેન્ટમાં છ ગોલ્ડ, 14 સિલ્વર અને નવ બ્રોન્ઝ સહિત 29 મેડલ સાથે સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું – એથ્લેટિક્સમાં 1951માં એશિયન ગેમ્સનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીનું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

કાર્તિક કુમાર અને ગુલવીર સિંહે પુરૂષોની 10,000 મીટર સ્પર્ધામાં ભારતના 25 વર્ષના મેડલના દુષ્કાળનો અંત આણ્યો હતો. બંનેએ નવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ સ્પર્ધામાં બીજું અને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. 1998 બેંગકોક એશિયાડમાં ગુલાબ ચંદના બ્રોન્ઝ પછી આ ઇવેન્ટમાં ભારતના પ્રથમ મેડલ હતા.

જ્યોતિ યારાજીએ મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મોહમ્મદ અફસલે પુરુષો માટેની 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે જિનસન જ્હોન્સન પુરુષોની 1500 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો અને 1500 મીટર સ્પર્ધામાં એશિયન ગેમ્સની બહુવિધ આવૃત્તિઓમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યો.

ટીમ ઇવેન્ટ્સમાં યોગદાન

વધુમાં, બેડમિન્ટનમાં ધ્રુવ કપિલા અને તીરંદાજીમાં સિમરનજીત કૌરે પોત-પોતાની ટીમ ઈવેન્ટ્સમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેમાં ભારતે પુરુષોની બેડમિન્ટનમાં પ્રથમ વખત સિલ્વર જીત્યો હતો અને મહિલાઓની રિકર્વ તીરંદાજીમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. તુષાર શેલ્કે, પુરુષોની રિકર્વ ટીમનો પણ એક ભાગ હતો, જેણે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને સિલ્વર જીત્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *