નૂર અહેમદે શારજાહ વોરિયર્સને રિટેન્શન નોટિસ પર સહી કરવાનો ઈનકાર કરતા પગલું લેવાયું
નવી દિલ્હી
આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર નૂર અહેમદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૂર પર 12 મહિના માટે આઈએલટી20માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની ફ્રેન્ચાઇઝી શારજાહ વોરિયર્સે નૂર અહેમદને ઇન્ટરનેશનલ લીગમાંથી પ્રતિબંધિત કર્યો હતો. તેના પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
નૂર અહેમદને શારજાહ વોરિયર્સે 1 સિઝન માટે સાઈન કર્યો હતો. આ પછી ફ્રેન્ચાઇઝી નૂરને આગામી સીઝન માટે રિટેન કરવા માંગતી હતી. તેને રિટેન્શન નોટિસ પણ રજૂ કરવામાં આવી હતી. પરંતુ અહેમદે તેના પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેના પર 12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નૂર અહેમદ માત્ર શારજાહ વોરિયર્સ જ નહીં આએલટી20માં કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે રમી શકશે નહીં.
19 વર્ષીય નૂર અહેમદે અફઘાનિસ્તાન માટે અત્યાર સુધી 9 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 8 વિકેટ ઝડપી છે. જયારે તેણે 6 ટી20આઈ મેચમાં 5 વિકેટ લીધી છે. એટલું જ નહીં પરંતુ નૂર આઈપીએલ પણ રમી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. નૂરે 13 આઈપીએલ મેચમાં 16 વિકેટ લીધી છે.