Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

પીક અવર્સમાં મોટા જંકશન પર પોલીસ કર્મચારીઓ મુકવા જોઈએઃ હાઈકોર્ટ

Spread the love

કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, પીક અવર્સમાં ટ્રાફિક સરળતાથી ચાલવો જોઈએ, રાત્રે ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર નથી, બિઝનેસ અવર્સ અને ઓફીસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ


અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાં રોડ, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ટ્રાફિકના મુદ્દે સરકાર અને એએમસી સામે લાલઆંખ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ઢોર પોલીસીને મંજુરી અપાઈ છે અને તેને લઈને રાજ્ય સરકારે પણ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી દીધું છે.એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં રખડતા ઢોરને લઈ બનાવેલી પોલીસીને મંજુરી આપતાં રાજ્ય સરકાર તેનો અભ્યાસ કરશે. આ પોલીસી રાજ્યની અન્ય પાલિકાઓના વિસ્તારમાં લાગુ કરી શકાય કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આ પોલીસીને લાગુ કરવાની મંજુરી માટે તેને રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવશે.
હાઈકોર્ટમાં આજે અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યાને લઈને પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે અગાઉ એએમસીના એસ્ટેટ વિભાગને ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવા હૂકમ કર્યો હતો. રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ કમિશ્નરને કોર્ટે કહ્યું હતું કે, અમે જોઈએ છીએ કે બધી જ લારીઓ, ફાસ્ટફૂડ, પાનના ગલ્લા જ્યાં હોય ત્યાં લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અડધા રોડ ગેરકાયદેસર પાર્કિંગથી ભરેલા છે. રાજ્ય સરકાર વતી કહેવાયું હતું કે, પોલીસ ઓથોરિટી તેને મોનીટર કરી રહી છે. સીસીટીવી દ્વારા ટ્રાફિક પર નજર રખાય છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઇ-ચલણ રૂપે દંડ કરાય છે.
આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે લોકો ‘નો પાર્કિંગ ઝોન’માં પણ પાર્કિંગ કરી જાય છે. લોકો કાયદાનું પાલન નથી કરતા એટલે જ તો કાયદાના અમલની જરૂર છે. તમારે પીક અવર્સમાં શહેરના મોટા જંકશન પર પોલીસ કર્મચારીઓ મુકવા જોઈએ. ચોવીસ કલાક રસ્તાઓ પર પોલીસ રાખવાની જરૂર નથી. કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, પીક અવર્સમાં ટ્રાફિક સરળતાથી ચાલવો જોઈએ. રાત્રે ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર નથી. બિઝનેસ અવર્સ અને ઓફીસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ. આ સમય સવારે 3 કલાક અને સાંજે 4 કલાકનો હોય છે.કોર્ટે સરકારને કહ્યું હતુ કે, ઇસ્કોન, પકવાન, જજીસ બંગલો, નારણપુરામાં વિસ્તારોમાં સાંજે આંટો મારી આવો તો તમને ટ્રાફિકની ખબર પડે. પેટ્રોલ પમ્પથી પેટ્રોલ ભરાવીને લોકો રોંગ સાઈડમાં આવે છે. આ મુદ્દે 25 જુલાઈએ વધુ સુનવણી હાથ ધરાશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *