Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

વન-ડે વર્લ્ડ કપની ટિકિટનું 25 ઓગસ્ટથી વેચાણ થશે

Spread the love

ટિકિટ વેચાણ શરૂ થાય તે પહેલા https://www.cricketworldcup.com/register પર ટિકિટ રજીસ્ટર કરાવી શકાશે

નવી દિલ્હી

ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનારા વનડે વર્લ્ડ કપની ટિકિટ 25 ઓગસ્ટથી એટલે કે ટૂર્નામેન્ટ શરૂ થવાના 40 દિવસ પહેલાથી વેચવામાં આવશે. બુધવારે 9 ઓગસ્ટના દિવસે, આઈસીસીએ અપડેટેડ શેડ્યૂલ જાહેર કર્યા પછી તરત જ ટિકિટ સંબંધિત આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. એક નિવેદનમાં પ્રક્રિયાને સમજાવતા, આઈસીસીએ કહ્યું હતું કે ચાહકો ટિકિટ વેચાણ શરૂ થાય તે પહેલા 15 ઓગસ્ટથી https://www.cricketworldcup.com/register પર રજીસ્ટર કરાવી શકે છે.
25 ઓગસ્ટથી બિનભારતીય મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થશે. ભારતની મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે. લેટેસ્ટ અપડેટ બાદ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ત્રણ મેચોના શેડ્યૂલ (તારીખ કે સમય) બદલાઈ ગયા છે. ભારતની બે મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત વન-ડે વર્લ્ડ કપ મુકાબલો હવે ઓપનિંગ શેડ્યૂલના એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે રમાશે. 11 નવેમ્બરના રોજ યોજાનારી નેધરલેન્ડ સામેની ભારતની અંતિમ લીગ મેચ પણ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને હવે તે 12 નવેમ્બરે બેંગલુરુમાં રમાશે.
ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન સામે 14 ઓક્ટોબરે નવી દિલ્હીમાં રમાનારી મેચ હવે 24 કલાક બાદ 15 ઓક્ટોબરે રમાશે. હૈદરાબાદમાં 11 ઓક્ટોબરે રમાનારી શ્રીલંકા સામેની તેમની મેચ હવે 10 ઓક્ટોબરે રમાશે જેથી પાકિસ્તાનને ભારત સામેની ટાઈ પહેલા પૂરતો સમય મળે. એ જ દિવસે ઈંગ્લેન્ડને ધર્મશાલામાં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ મેચ રમવાની હતી, પરંતુ હવે આ મેચ સવારે 10.30 વાગ્યાથી રમાશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 12 નવેમ્બરના બદલે 11 નવેમ્બરે રમાશે.
કાલી પૂજા, દુર્ગા પૂજા પછી બંગાળીઓ માટેનો બીજો સૌથી મોટો હિંદુ તહેવાર 12 નવેમ્બરે છે અને કોલકાતા પોલીસે મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. ન્યુઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની મેચ, 14 ઓક્ટોબરે ચેન્નઈમાં દિવસ દરમિયાન નિર્ધારિત હતી, તે હવે 13 ઓક્ટોબરે રમાશે અને તે ડે-નાઈટ હશે. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે એક દિવસ પહેલા 12 ઓક્ટોબરે લખનઉમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. જોકે આ દરમિયાન કોઈપણ મેચનું સ્થળ બદલવામાં આવ્યું નથી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *