ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું
ચેન્નઈ
અહીંના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0થી શાનદાર હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતના અવિરત વિજયનો સિલસિલો જારી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પહેલા જ સેમીફાઈનલ (જાપાન સામે રમશે)માં જગ્યા બનાવી ચૂક્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બાદબાકી થઈ હતી.
ઇન્ડિયન ટીમે ફર્સ્ટ હાફના લગભગ અંતમાં પહેલો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 1-0થી આગળ રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે 23મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 2-0થી આગળ રહી હતી. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી બોલ ગોલમાં નાખ્યો. હરમનપ્રીત સિંહના આ ગોલ બાદ ભારતીય ટીમ મેચમાં 3-0થી આગળ થઈ ગઈ હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ચોથો ગોલ કરીને પાકિસ્તાન પર 4-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત વતીથી ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. તે મેચનો પ્રથમ ફિલ્ડ ગોલ હતો. અગાઉ ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કરવામાં આવ્યા હતા.
આ પછી ચોથા ક્વાર્ટરમાં ભારતે ફરી ગોલ કર્યો, પરંતુ રેફરીએ તેને અમાન્ય જાહેર કર્યો. પરંતુ થોડી જ મિનિટો બાદ આકાશદીપ સિંહે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 4-0થી આગળ રહી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા.
અહી એ જણાવવાનું કે વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતની 5 મેચોમાં આ ચોથી જીત છે. તેણે એક મેચ ડ્રો રમી છે. જ્યારે આટલી મેચોમાં પાકિસ્તાનની આ બીજી હાર છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે જ્યારે તેણે એક મેચ જીતી છે.