મેન્સ હોકીમાં ભારતનો સિંગાપોર સામે 16-1થી આસાન વિજય

Spread the love

ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્ક્વોશની મેચમાં જોશના ચિનપ્પાનો બીજી મેચમાં3-0થી વિજય

હાંગઝોઉ

ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. ભારતે શરૂઆતથી જ મેચમાં લીડ જાળવી રાખી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ગોલ કરવાનું ચાલુ રાખ્યું અને મેચમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. જયારે મનદીપ સિંહે ગોલની હેટ્રિક લગાવી હતી.

ભારતીય હોકી ટીમે આ પહેલા ગ્રુપ સ્ટેજમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આજની મેચમાં ભારત માટે પ્રથમ ગોલ મનદીપ સિંહે 13મી મિનિટમાં કર્યો હતો. ભારતે પ્રથમ હાફમાં 6-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 11-0ની લીડ મેળવી લીધી હતી. વરુણ કુમારે 55મી મિનિટે સતત બે ગોલ કરીને ભારતને 16-1 સુધી પહોચાવ્યું હતું. આ રીતે ભારતે સિંગાપોર સામે શાનદાર જીત મેળવી હતી. 

હોકી ઉપરાંત આજે એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્ક્વોશની મેચ પણ રમાઈ હતી. ભારતની જોશના ચિનપ્પાએ બીજી મેચ 3-0થી જીતી હતી. આ સાથે ભારતે પાકિસ્તાન સામે 2-0ની લીડ મેળવી લીધી છે.

Total Visiters :185 Total: 1501897

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *